Congress: આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડશે રાહુલ, યાદીમાં પ્રિયંકાનુ નામ નહી, અમેઠીથી કેએલ શર્મા ઉમેદવાર

શુક્રવાર, 3 મે 2024 (11:24 IST)
અગાઉ અમેઠીમાં રાહુલ ગાંધીની હાર અને તાજેતરમાં સોનિયા ગાંધીનુ રાજ્યસભા સાંસદ બન્યા પછી આ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે ગાંધી પરિવારનો ગઢ બની રહેલ અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ પરથી કોને મેદાનમાં ઉતારશે ? જો કે હવે આ અટકળો પર વિરામ લાગી ગયુ છે. 
 
ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ કોંગ્રેસે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોનુ એલાન કરી દીધુ. આ બંને સીટો પર ઉમેદવારીનો અંતિમ દિવસ આજે એટલે કે શુક્રવારે જ છે. આવામાં અંતિમ ક્ષણે પાર્ટીએ નક્કી કર્યુ કે રાહુલ ગાંધી રાયબરેલી અને કિશોરી લાલ શર્મા અમેઠી લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે.  કેએલ શર્મા, સોનિયા ગાંધીના પ્રતિનિધિ રહી ચુક્યા છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયુ. કોંગ્રેસે શુક્રવારે સવારે આની સત્તાવાર જાહેરાત કરી. 

સોનિયાની સીટ પરથી રાહુલનુ યૂપીમા કમબેક 
કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી 1999ના લોકસભા ચૂંટણી સુધી અમેઠી સીટ પરથી ચૂંટણી લડતી હતી. ત્યારબાદ 2004માં તેમણે રાહુલ માટે આ સીટ છોડી અને રાયબરેલી તરફ વળ્યા. રાહુલે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી સહેલાઈથી જીત નોંધાવી. 2014માં જરૂર રાહુલને સ્મૃતિ ઈરાની ટક્કર આપી પણ તે હરાવી શક્યા નહી. જો કે 2019માં રાહુલે અમેઠી સાથે વાયનાડથી પણ ચૂંટણી લડી. અમેઠીમાં તેમણે સ્મૃતિ ઈરાનીના હાથે હારનો સામનો કરવો પડ્યો.  પરંતુ તેઓ વાયનાડથી જીતીને લોકસભા પહોચ્યા. ત્યારબાદ 2024માં સોનિયા ગાંધીને પાર્ટીએ રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો અને તેમની પારંપારિક સીટ રાયબરેલીથી રાહુલને ઉતાર્યા.  
 
વાયનાડથી પણ ચૂંટણી લડશે રાહુલ 
રાહુલ ગાંધી કેરલની વાયનાડ લોકસભા સીટ પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.  આ પહેલાની લોકસભામાં તેઓ વાયનાડથી જ જીત્યા હતા. વાયનાડમાં મતદાન થઈ ચુક્યુ છે. અમેઠી અને રાયબરેલીમાં 20 મેના રોજ મતદાન થવાનુ છે.  
 
3 મે ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 
 રાહુલ અને શર્મા શુક્રવારે ઉમેદવારી પત્ર ભરશે. આ બંને બેઠકો પર સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ મતદાન થશે, જેના માટે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ એટલે કે શુક્રવાર છે.
 
ભાજપે તેમને અમેઠી-રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા હતા
ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સ્મૃતિએ 29 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું. તે જ સમયે, ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ આપી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર