અપક્ષના ઉમેદવારનો હેલિકોપ્ટરથી પ્રચાર

મંગળવાર, 23 એપ્રિલ 2024 (17:55 IST)
ravindra singh bhati
લોકસભા ચૂંટણીને લઈને રાજસ્થાનની સૌથી હોટ સીટ બાડમેર જૈસલમેર પર રાજકારણીય ટેંપરેચરનુ લેવલ હાઈ થઈ ચુક્યુ છે. આ સીટ પર આખા રાજસ્થાનના રાજકારણની નજરો ટકી છે. બાડમેર સીટ પરથી ત્રિકોણીય મુકાબલાને કારણે અહી ખૂબ રોચક સમીકરણ બની ચુક્યા છે. આ મુકાબલાને રોચક બનાવવાનો શ્રેય નિર્દલીય ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીનો છે. ભાટીએ કોંગ્રેસ અને ભાજપા બંનેના સમીકરણોને પ્રભાવિત કર્યા છે. આ દરમિયાન 26 એપ્રિલના રોજ બાડમેરમાં થનારા વોટિંગને લઈને હવે રવિન્દ્ર સિંહ ભાટીએ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.  જેના હેઠળ ભાટી પણ સોમવારથી પ્રસિદ્ધ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હેલીકોપ્ટર શોટ રમવાની તૈયારી કરશે.  હવે ભાટી હેલીકોપ્ટર દ્વારા સમગ્ર લોકસભાના લોકો સુધી પહોચવાની કોશિશ કરશે. જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. 
 
ભાટી પણ ધોનીની જેમ 'હેલિકોપ્ટર શોટ' મારશે
પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકોપ્ટર શોટ ઘણો ફેમસ છે. હવે રાજકારણના નવા નેતા રવિન્દ્ર સિંહ ભાટી પણ ધોનીની જેમ 'હેલિકોપ્ટર શોટ' રમવાની તૈયારી કરી રહ્યા છે. આ કારણે રવિન્દ્ર ભાટી સોમવારથી તેમનું હેલિકોપ્ટર અભિયાન શરૂ કરશે. જેમાં ભાટી જેસલમેર વિધાનસભાના ઘણા વિસ્તારોમાં ચૂંટણી રેલીના કાર્યક્રમોમાં ભાગ લેશે. ભાટી આ તમામ રેલીઓમાં હેલિકોપ્ટર દ્વારા જશે. આ માટે વિવિધ ચૂંટણી રેલીઓમાં હેલિકોપ્ટર માટે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પરવાનગી મેળવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ઘણી જગ્યાએ હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે.
 
હેલીકોપ્ટરથી પ્રચાર કરનારા ભાટી પહેલા અપક્ષ ઉમેદવાર છે 
રવિન્દ્ર સિહ ભાટી તરફથી હેલીકોપ્ટર દ્વારા ચૂંટણી સભા કરવાને લઈને જોરદાર ચર્ચા થઈ રહી છે.  બીજી બાજુ ભાટીના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આને લઈને ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રવિન્દ્ર સિંહ ભાટી હેલિકોપ્ટર દ્વારા 26 એપ્રિલ પહેલા અનેક ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. રવિન્દ્ર સિંહ ભાટી હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી રેલી કરનાર પ્રથમ અપક્ષ ઉમેદવાર છે. ખાસ વાત એ છે કે સામાન્ય જનતા રવિન્દ્ર સિંહ ભાટી માટે સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો પ્રચાર સતત ચાલી રહ્યો છે ત્યારે ભાટીને લઈને સામાન્ય લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર