આખરે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ

રવિવાર, 21 એપ્રિલ 2024 (14:13 IST)
Nilesh Kumbhani: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયું છે, આજે તેમના ઉમેદવારી ફોર્મ પર લાગેલા પર્શ્નાર્થનો અંત આવ્યો છે.
 
આજે આ સમગ્ર મામલે સુનાવણી થતાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ છે. 
 
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે  નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ  વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો.  
 
 20 એપ્રિલે ચૂંટણી અધિકારીઓએ દરેક ઉમેદવારોના ફોર્મ ચેક કરવાની કામગીરી હાથમાં લીધી હતી. ત્યારે સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં ઘેરાયું હતું. કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારીપત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો, જેના કારણે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં 26 બેઠકમાંથી કોંગ્રેસ 23 બેઠક પર ચૂંટણી લડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર