Gujarat Lok Sabha Election - ગુજરાતમાં 59 ટકા મતદાન, વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાનો આભાર માન્યો

મંગળવાર, 23 એપ્રિલ 2019 (18:29 IST)
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં સરેરાશ સાંજે 6 વાગ્યા સુધીમાં 59 ટકા મતદાન થયું છેમતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાનો આભાર માન્યો હતો. તે સિવાય રૂપાણીએ ભાજપના કાર્યકરો અને મીડિયાનો આભાર માન્યો હતો. રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયા છે જે 23 મેના રોજ પરિણામ આવશે. જો કે ગુજરાતી મતદારોએ 52 વર્ષ જૂનો પોતાનો એક અનોખો રેકોર્ડ બનાવેલો છે, ત્યારે આજે આપણા મનમાં સવાલ થાય છે કે,શું આ વખતે વર્ષ 1967માં બનાવેલો રેકોર્ડ તોડશે કે કેમ. હવે અમેતમને જણાવીશું કે, આ વખતે 1967નો રેકોર્ડ તોડવામાં ગુજરાતની પ્રજા નિષ્ફળ રહી છે.
 
 
 
લોકસભા ચૂંટણી LIVE અપડેટ
 
-બપોરે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 55 ટકા મતદાન નોંધાયું હતું.
 
ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર મતદાન નોંધાયું હતું. અહીં 67 ટકા મતદાન નોધાયુ હતું. કચ્છ બેઠક પર 44.77 ટકા, બનાસકાંઠા બેઠક પર 56.50 ટકા, પાટણ બેઠક પર 52.41 ટકા, મહેસાણા બેઠક પર 56.66 ટકા મતદાન, સાબરકાંઠા બેઠક પર 55.59 ટકા મતદાન, ગાંધીનગર બેઠક પર  57.06 ટકા મતદાન, અમદાવાદ ઇસ્ટ બેઠક પર 50.15 ટકા, અમદાવાદ વેસ્ટ પર 48.83 ટકા, સુરેન્દ્રનગર પર 46.23 ટકા, રાજકોટ પર 51.28 ટકા, પોરબંદર પર 42.09 ટકા, જામનગર પર 44.24 ટકા, જૂનાગઢ પર 51.60 ટકા, અમરેલી પર  47.80 ટકા, ભાવનગર પર  53.38 ટકા, આણંદ પર 53.88 ટકા, ખેડા 52.71 ટકા, પંચમહાલ  49.46 ટકા, દાહોદ 56.80 ટકા, વડોદરા 56.71 ટકા, બારડોલી 60.88, સુરત 52.39 ટકા, નવસારી 55.20 ટકા, વલસાડ 62.21 ટકા મતદાન નોંધાયું હતું.
 
ક્રિકેટર ઇરફાન પઠાણે પરિવાર સાથે મતદાન કર્યું
પૂર્વ ક્રિકેટર નયન મોગિયા અને તેમની ધર્મ પત્નીએ વડોદરાની કેળવણી વિદ્યાલય ખાતેથી મતદાન કર્યું
વાગરા તાલુકાના ઓચ્છણ ગામે મતદાન કર્યા બાદ પરત ફરી રહેલ વૃદ્ધ રસ્તામાં ઢળી પડ્યા બાદ મોત
રાજ્યમાં મતદાનમાં ચોંકાવનારો ટ્રેન્ડ આવ્યો સામે
શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં બંપર વોટિંગ

બપોરે એક વાગ્યા સુધી 39 ટકા મતદાન, 
- નાણામંત્રી અને બીજેપી લીડર અરુણ જેટલીએ અમદાવાદથી કર્યુ વોટિંગ 
-  ચૂંટણી પંચના બપોરે એક વાગ્યા સુધીના આંકડા જાહેર કર્યા છે
- જેમાં મહેસાણમાં 40.70 ટકા, બનાસકાંઠામાં 41.42 ટકા, અમરેલીમાં 36.09 મતદાન થયુ છે
- જ્યારે વડોદરા 41.61 ટકા અને ભરૂચમાં 44.86 ટકા મતદાન નોંધાયુ છે
- સાડા પાંચ કલાક બાદ બપોરે એક વાગ્યા સુધી રાજ્યમાં 39.04 ટકા મતદાન નોંધાયુ
- રાજ્યમાં ચૂંટણી દરમિયાન અત્યાર સુધી ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી, કોંગ્રેસે પાંચ ફરિયાદ કરી
- ખાનગી મિલકતોમાં પૉસ્ટર્સ લગાવવા, બૉગસ એજન્ટ, 100 મીટરની અંદર બૂથ સહિત મતદારોને જલ્દી મતદાન કરવા ફરજ પડાતી હોવાની ફરિયાદો મળી
- ભાવનગરમાં વિભાવરી બહેન સામે સુત્રોચ્ચાર કરવા અંગે પણ ફરિયાદ મળી
- ચૂંટણી પંચે તમામ બાબતે સ્થાનિક તંત્ર પાસે રિપોર્ટ માંગ્યા છે
- ચૂંટણી પંચના કમિશનરે 11 વાગ્યા સુધીનો રિપોર્ટ જાહેર કર્યો છે, સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયુ છે
- અમદાવાદના શાહપુર અડ્ડા પાસે 20 મતદારોના નામ યાદીમાંથી ગાયબ, મતદાન કર્યા વિના પરત જવુ પડ્યુ
-  લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુરમાં મતદાન કર્યું
- લાલકૃષ્ણ અડવાણી ખાનપુર મતદાન મથકે પહોંચ્યા
- શહેરીજનો કરતા ગાંમડામાં સારી ટકાવારીએ મતદાન થઇ રહ્યું છે.
- 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 26.39 ટકા મતદાન
- કચ્છ 24.36, બનાસકાંઠા 29.73
- પાટણ 25.06, મહેસાણા 30.99
- સાબારકાંઠા 27.93, ગાંધીનગર 28.68
- અમદાવાદ પૂર્વ 22.06, અમદાવાદ પશ્ચિમ 20.10
- સુરેન્દ્રનગર 23.45, રાજકોટ 26.55
- પોરબંદર 20.54, જામનગર 22.14
- જૂનાગઢ 23.17, અમરેલી 25.35
- ભાવનગર 25.02, આણંદ 26.93
- ખેડા 25.44, પંચમહાલ 24.31
- દાહોદ 31.31, વડોદરા 25.78
- છોટાઉદેપુર 31.59, ભરૂચ 25.03
- બારડોલી 28.99, સુરત 23.38
- નવસારી 24.28, વલસાડ 25.32
- 314 ગામના લોકોએ કર્યો મતદાનના વિરોધ
- મનસુખભાઇએ સહપરિવાર સાથે મતદાન કર્યું
- કેશુભાઇ પટેલે રાજકોટમાં મતદાન કર્યું
- રાજકોટ પહોંચ્યા કેશુભાઇ પટેલ
- પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ રાજકોટ મતદાન કરવા પહોંચ્યા
- ચૂંટણી પંચને અત્યાર સુધીમાં 12 ફરિયાદ મળી
- ખાનગી મિલકતમાં પોસ્ટર લગાવવા, બોગસ એજન્ટની ફરિયાદ
- ભાવનગરમાં વિભાવરીબેન દવે સામે સૂત્રોચ્ચાર અંગે ફરિયાદ
- પેટાચૂંટણી ઘ્રાંગ્રધા વિધાનસભામાં 15.5 ટકા મતદાન નોંધાયું
- રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કડીમાં મતદાન કર્યું
- પરિવાર સાથે નીતિન પટેલે મતદાન કર્યુ
- કડીની સંસ્કાર પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન
- કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં 5 ફરિયાદ નોંધાવવામાં આવી
- ભાવનગરના તળાજામાં મતદાનનો બહિષ્કાર
- શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન, ગાંધીનગર સેક્ટર 20માં કર્યું મતદાન


 ચૂંટણી પંચના કમિશનરે 11 વાગ્યા સુધીનો રિપોર્ટ જાહેર કર્યો છે, સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયુ છે
- વલસાડમાં 11 વાગ્યા સુધી 16.91 ટકા મતદાન નોંધાયુ, ગાંધીનગરમાં 16 ટકા
- ગુજરાતમાં અત્યાર સુધી 11.86 ટકા મતદાન નોંધાયુ, બનાસકાંઠામાં  13.08 અને પાટણમાં 13.36 ટકા મતદાન નોંધાયુ
- રાજ્યમાં ધીમે ધીમે મતદાનમાં વધારો થઇ રહ્યો છે. સવારે બે કલાકના મતદાન બાદ હાલ સરેરાશ આંકડો 14 ટકાએ પહોંચી ગયો.
- 98 વર્ષની વયે પીએમના માતા હિરાબાએ ગાંધીનગરના રાયસનથી મતદાન કર્યુ
- પીએમ મોદીની માતા હિરાબા ગાંધીનગરમાં મત આપવા પહોંચ્યા
- બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યુ
- કચ્ચમાં 2 કલાકમાં 25 જેટલા VVPT બગડ્યા, ભરૂચમાં ઇવીએમ ખોટકાયુ, અંકલેશ્વરની જેનીત સ્કૂલમાં ઇવીએમ ૪૫ મિનીટથી બંધ
- બીજેપી અધ્યક્ષ અમિત શાહે પત્ની સોનલ શાહ સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યુ
- નારણપુરાની સબઝોનલ ઓફિરમાં પરિવાર સાથે મતદાન કર્યુ
- વાસણામાં શંકરસિંહ વાઘેલાએ કર્યુ મતદાન, અલ્પેશ ઠાકોરે મતદાન કર્યુ
- ભાવનગરમાં જીતુ વાઘાણીએ મતદાન કર્યુ, કોંગ્રેસના સી જે ચાવડાએ મતદાન કર્યુ
- ત્રણ કલાકમાં જામનગરના ભણગોરમાં એક પણ વોટ પડ્યો નથી.
-  રાજ્યપાલ ઓપી કોહલી મતદાન કરવા પહોંચ્યા
-  સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર થયું
-  કોંગ્રેસના મનહર પટેલે ચૂંટણી પંચ સમક્ષ નોધાવી ફરિયાદ
-  ગાંધીનગર બેઠક પર ત્રણ પૂર્વ સીએમે મતદાન કર્યું
-  સૌથી વધુ મતદાન વલસાડમાં નોધાયું છે.
-  તળાજાના ધારડી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો.
-  ચેતેશ્વરે રાજકોટમાં મતદાન કર્યું
- ક્રિકેટર ચેતેશ્વર પુજાએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું
- અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર  કિરીટ સોલંકીએ સહપરિવાર સાથે રાણીપમાં મતદાન કર્યું
-  બનાસકાંઠામાં EVM સાથેનો ફોટો વાયરલ
-  EVM સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
- મતદાતાએ મતદાન બાદ મોબાઈલમાં ફોટો પાડ્યો
-  સાયબર ક્રાઈમ સેલને જાણ કરવામાં આવી
- સુરતમાં 10.30 વાગ્યા સુધીમાં 10.8 ટકા મતદાન નોંધાયું
-  દમણમાં 10.30 વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન નોંધાયું છે.
-  વલસાડમાં ઓવરઓલર 10.30 વાગ્યા સુધીમાં 14 ટકા મતદાન નોંધાયું..





- સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારે કર્યુ મતદાન, દિપસિંહ રાઠેડે પ્રાંતિજના ભાગપુરમાં મતદાન કર્યુ
- પાટણના સાંતલપુરમાં EVM ખોટકાયું, લુનીચાના ગામે EVM ખોટકાયું
- પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કર્યુ મતદાન, રાધનપુરના વડનગરમાં મતદાન કર્યુ
- પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું, સવારથી EVM ખોટકાતા મતદાનમાં વિલંબ
- ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવારે કર્યુ મતદાન, સી.જે.ચાવડાએ સેક્ટર – 6ની સ્કૂલમાં મતદાન કર્યુ
- પીએમ મોદીએ મતદારોને ઉમંગ, ઉત્સાહથી મતદાન કરવાની અપીલ કરી હતી.
- મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યું અમદાવાદ
- મને પણ મતદાન કરવાનું સૌભાગ્ય મળ્યું: મોદી
- પીએમ મોદીએ સુખમાં છોને, ખુબ મહેનત પડી હશે, તેનાથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી.
- પીએમ મોદીએ મતદાન બહાર ખુલ્લી જીપમાં સવાર થઇને લોકો સાથે વાતચીત કરી..

-પીએમ મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં વોટિંગ કર્યું
 -પહેલા કલાકનું મતદાન પૂર્ણ, એક કલાકમાં સરેરાશ 5 થી 7 ટકા મતદાન નોંધાયુ
- રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મતદાન કર્યુ, કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગીને  આશિર્વાદ લીધા
- ગુજરાતમાં સરેરાશ  4 ટકા વોટિંગ થયું
- મોટી સંખ્યામાં પીએમ મોદીને જોવા જનમેદની ઉમટી
- પીએમ મોદીએ હિરાબાના ઘરની બહાર લોકો સાથે મુલાકાત કરી
- માતા હિરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ચૂંદડી અને શ્રીફળ આપ્યુ, માતાએ સામે આશિર્વાદ અને 501 રૂપિયા આપ્યા, મતદાન માટે રાણીપ જવા રવાનાસીએમ વિજય રૂપાણીએ તમામ 26 બેઠકો જીતવાનો કર્યો દાવો
-ધોળકામાં ઈવીએમ ખોટકાયું
-રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા
-અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું
-મતદાનનો શરૂઆતનો અડધો કલાક પૂર્ણ
-બારડોલીના માણેકપોરમાં ઈવીએમ ખોટકાયું
-ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું
-સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું
-નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું
-પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું
-પીએમના મતદાન મથક નિશાન સ્કૂલ અમિત શાહ પહોંચ્યા

સુરતમાં EVM ખોટકાતા ધારાસભ્યા ઝંખના પટેલને જોવી પડી રાહ. ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં પણ એક સ્કૂલમાં EVM ખોટકાયુ
- નવસારીના વિજલપોરમાં EVM ખોટકાયુ, સાબરકાંઠાના તલોદમાં અને ગીર સોમનાથના વાવડી ગામે પણ EVM ખોટકાયુ
- પીએમ નરેન્દ્ર મોદી રાજભવનથી માતા હિરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા, માતાના આશિર્વાદ લીધા
-વડોદરા જિલ્લા અને શહેરમાં મતદાન કરવા મતદારોની લાંબી લાઇનો લાગી
- બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન
- ગુજરાત રાજ્યના મંત્રી જવાહર ચાવડાએ મતદાન કર્યુ
- પરિવાર સાથે પોરબંદર લોકસભા બેઠક માટે મતદાન કર્યુ
  • ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું
  • સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું
  • નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું
  • પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું
  • બનાસકાંઠાનાં ભાજપનાં ઉમેદવાર પરબત પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. પરથી ભટોળે પણ મતદાન કર્યું
    મતદાન શરૂ થતાંની થોડી જ મિનિટોમાં મહેસાણા તથા સુરતમાં EVM ખોટકાયાનાં સમાચાર મળ્યા.. જ્યારે આખા રાજ્યમાં મતદારોનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
  • વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટ મતદાન કરવા પહોંચ્યા
  • વડાપ્રધાન મોદી માતા હિરાબાના આર્શીવાદ મેળવવા રાયસણ પહોંચ્યા
ગુજરાત (26), કેરળ (20), ગોવા (બે), દમણ અને દીવ (એક), દાદરા અને નગર હવેલી (એક) એમ તમામ બેઠક ઉપર એકસાથે મતદાન યોજાશે. આ સિવાય મહારાષ્ટ્ર (14), કર્ણાટક (14), ઉત્તર પ્રદેશ (10) છત્તીસગઢ (સાત) બિહાર (પાંચ), પશ્ચિમ બંગાળ (પાંચ), આસામ(ચાર), ઓડિશા (છ), ત્રિપુરા (એક) તથા જમ્મુ અને કાશ્મીરની એક બેઠક ઉપર તબક્કાવાર મતદાન યોજાશે.
 
ગુજરાતની ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહની અને કેરળની વાયનાડ બેઠક ઉપરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકીય કિસ્મત આજે ઈવીએમમાં સીલ થઈ જશે. 
 
117 બેઠક સાથે લોકસભા ચૂંટણીનો આ સૌથી મોટો તબક્કો છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા લાલકૃષ્ણ અડવાણી ગુજરાત આવીને તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતના 4 કરોડ 51 લાખ મતદારો સાથે દેશના 18 કરોડ 85 લાખ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.  
 
ગુજરાતના 4.51 કરોડ મતદારો પૈકી 2.34 કરોડ પુરુષ મતદારો છે અને 2.16 કરોડ જેટલાં મહિલા મતદારો છે. આ ઉપરાંત 990 જેટલા અન્ય મતદારો છે.
 
ગુજરાતના 26 બેઠકો પર 371 ઉમેદવારો મેદાનમાં છે, ગુજરાતમાં 51,709 મતદાન મથક ઊભા કરવામાં આવ્યાં છે.
 
મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 4,51,52,373 મતદારોમાં 2,34,28,119 પુરુષ મતદારો, 2,16,96,571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26,693, 1,68,054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત 17,430 મતદાન મથકો શહેરી અને 34,421 ગ્રામ્ય સહિત કુલ 51,851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 2,33,775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
 
કાળઝાળ ગરમીના કારણે મતદાન બપોરના 1થી 5 સુધી ઘટવાની શક્યતાઓ છે. જેની સામે સવારથી મતદારોની લાંબી લાઈનો લાગશે. ગુજરાતમાં આવતીકાલે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઓછા મતદાનનો ભય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર