વડાપ્રધાન નરેન્દ્ર બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. જે બાદ તેઓ દોઢ કિલોમીટર દુર આવેલી ગુફામાં ભગવું વસ્ત્ર ઓઢીને ધ્યાનમાં બેઠા હતા. ગુફા સુધી પહોંચવા તેઓ ચાલીને પહોચ્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના પણ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી કેદારનાથ સ્થિત એક ગુફામાં ધ્યાન પણ કર્યું . પ્રધાનમંત્રી કેદારપુરીમાં ચાલી રહેલા પુનઃનિર્માણના કાર્યોનું પણ નિરીક્ષણ કરશે.ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર પીએમ મોદી કેદારનાથમાં રાત્રી રોકાણ કર્યું છે અને મોદીએ આજે બદ્રીનાથ જશે જ્યાં ભગવાન બદ્રીનારાયણના દર્શન કરશે
મોદી જે ગુફામાં બેઠા હતા તે પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી છે.તેને તૈયાર કરવામાં લગભગ સાડા આઠ લાખ રુપિયાનો ખર્ચ થયો છે. તેઓ કલાકો સુધી ગુફામાં ધ્યાનમાં બેસ્યા, આ પછી તેમણે સાંજે કેદારનાથ મંદિરમાં થનારી આરતીમાં ભાગ લીધો