Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ આ 5 સ્થાન પર જૂતા ચપ્પલ પહેરીને ક્યારેય ન જવૂ જોઈએ

ગુરુવાર, 8 એપ્રિલ 2021 (11:38 IST)
જાણતા અજાણતા આપણે મોટેભાગે એવી ભૂલો કરી બેસીએ છીએ જે વાસ્તુ દોષનુ કારણ બને છે. એવુ કહેવાય છે કે ઘરમાં વાસ્તુ દોષ થતા આર્થિક તંગી, સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ સહિત પારિવારિક ક્લેશનો સામનો પણ કરવો પડે છે. અનેકવાર જાણતા-અજાણતા આપણે જૂતા ચપ્પલ એવા સ્થાન પર પણ પહેરીને ચાલ્યા જઈએ છીએ જેનાથી વાસ્તુ દોષ થાય છે. શાસ્ત્રોમાં 5 એવા સથાન વિશે બતાવ્યુ છે જ્યા જૂતા ચપ્પલ પહેરીને જવુ અશુભ હોય છે.  મોટેભાગે આ ભૂલને કારણે લોકોને મુશ્ક્લીનો સામનો કરવો પડે છે.  જાણો કયા સ્થાન પર ભૂલથી પણ જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. 
 
1. સ્ટોર રૂમ - વાસ્તુશાસ્ત્ર મુજબ સ્ટોર રૂમમાં જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. આ વાતનુ ધ્યાન રાખવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી નથી. 
 
2. તિજોરીની પાસે - તિજોરીમાં કંઈક મુકવા જતા પહેલા જૂતા ચપ્પલ કાઢી નાખવા જોઈએ. એવુ કહેવાય છે કે તિજોરીને જૂતા ચપ્પલ પહેરીને ખોલવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 
 
3. પવિત્ર નદી - વાસ્તુ શાસ્ત્ર મુજબ, પવિત્ર નદી પાસે જૂતા ચપ્પલ ક્યારેય પહેરીને ન જવુ જોઈએ.  નદીઓમાં સ્નાન કરતા પહેલા જૂતા-ચપ્પલ કે ચામડાથી બનેલી વસ્તુઓ કાઢી નાખવી જોઈએ.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. 
 
4. રસોઈ ઘર - એવુ કહેવાય છે કે રસોઈ ઘરમાં ક્યારેય પણ જૂતા-ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. આવુ કરવાથી મા અન્નપૂર્ણા નારાજ થાય છે અને જાતકને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 
 
5. મંદિર - હિંદુ ધર્મમાં મંદિરને ભગવાનનુ ઘર માનવામાં આવે છે. આવામાં મંદિરમાં ક્યારેય પણ જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. માન્યતા છે કે અહી જૂતા ચપ્પલ પહેરીને જવાથી દેવી-દેવતા નારાજ થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર