ચંદ્ર પર પ્રજ્ઞાન રોવર સુરક્ષિત પાર્ક કરી દેવાયું

રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (11:41 IST)
ચંદ્ર પર પ્રજ્ઞાન રોવર સુરક્ષિત પાર્ક કરી દેવાયું - ભારતીય અંતરિક્ષ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISRO)એ કહ્યું કે ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાને તેનું કામ પૂરું કરી લીધું છે.

ઈસરોએ એક્સ પર એક પોસ્ટ કરતાં કહ્યું કે રોવરને સુરક્ષિત રીતે પાર્ક કરી દેવાયું છે અને તે સ્લીપ મોડમાં મૂકાયું છે. 
 

 
ISRO એ આ મામલે કહ્યું કે હાલમાં બેટરી સંપૂર્ણપણે ચાર્જ છે. સૌર પેનલ 22 સપ્ટેમ્બરે અપેક્ષિત આગામી સૂર્યોદય પર પ્રકાશ મેળવવા માટે તૈયાર છે.

 
રોવર પ્રજ્ઞાને શું- શું શોધ્યું
રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર ઓક્સિજનની સાથે સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ અને સિલિકોન પણ શોધી કાઢ્યા છે. પ્રજ્ઞાન રોવર પર માઉન્ટ થયેલ લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ઉપકરણ દ્વારા ઓક્સિજનની શોધ કરવામાં આવી હતી.

Edited By_Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર