પ્રજ્ઞાન રોવર અને લૈંડર વિક્રમની હાજરીમાં ચંદ્ર પર આવ્યો ભૂકંપ, દુનિયામાં પહેલીવાર ISROએ કર્યો રેકોર્ડ

શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (13:09 IST)
earthquake on moon
ભારતીય અંતરિક્ષ અને અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન 3એ દુનિયાને પહેલીવાર ચંદ્ર પર આવેલ ભૂકંપની માહિતી આપી. ઈસરો મુજબ ચંદ્રમા પર આ ભૂકંપ વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવરની હાજરીમાં આવ્યો. ઈસરોએ ચંદ્ર પર થયેલ આ ભૂકંપીય ગતિવિધિને પહેલીવાર રેકોર્ડ કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ દુનિયાને એ પણ જાણ થઈ ગઈ કે ધરતીની જેમ ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે. ભૂકંપ આવ્યા પછી પણ લૈંડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઈસરોએ જણાવ્યુ કે ચંદ્રમા પર ચંદ્ર ભૂકંપીય ગતિવિધિ(આઈએલએસએ) પેલોડે એક ઘટના નોંધાવી, જે પ્રાકૃતિક અનુભવાય છે. 
 
ઈસરોએ જણાવ્યુ કે ચંદ્રયાન-3 ના વિક્રમ લૈંડરે ચંદ્રની સપાટી પર પ્રાકૃતિક ભૂકંપીય ઘટનાની શોધ કરી છે. ઈસરો મુજબ ચંદ્રયાન 3 લૈંડર પર ભૂકંપીય ગતિવિધિની શોધ કરનારા ઉપકરણ હાજર હતા. તે ઉપકરણ્ણ મિશનના પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડની ગતિવિધિઓને કારણે થના કંપનની ગતિવિધિઓને પણ નોંધાવવામાં સફળ રહ્યા. ઈસરોએ એક્સ પર એક પોસ્ટના માધ્યમથી જણાવ્યુ કે ચંદ્રમા પર પહેલા માઈક્રો ઈલેક્ટ્રો મૈકેનિકલ સિસ્ટમ (એમઈએમએસ) પ્રોદ્યોગિકી આધારિત ઉપકરણે રોવરની ગતિવિધિઓને પણ રેકોર્ડ કરી છે. જો કે આ પ્રાકૃતિક ઘટના  26 ઓગસ્ટ 2023ની બતાવાય રહી છે.  આ ઘટનાના સમસ્ત સ્ત્રોતોની ઈસરો તપાસ કરવામાં લાગ્યુ છે. આ  ILSA પેલોડ ને  LEOS બેંગલોર દ્વાર ડિઝાઈન અને અમલીકરણ કરવામાં આવ્યો છે અને તેને ગોઠવાયેલ તંત્ર યૂઆરએસસી, બેંગલુરુ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર