શુ છે IPLનું બિઝનેસ મૉડલ ? જાણો કેવી રીતે કરોડોનો નફો કમાવે છે ટીમના માલિક...

બુધવાર, 4 એપ્રિલ 2018 (17:37 IST)
. ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સીઝન 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વખતે આઠ ટીમ આગામી 51 સુધી કુલ 60 મેચ રમશે. આઈપીએલની મેચ દેશભરના નવ વેન્યૂમાં રમાશે.  લીગનુ ઓપનિંગ ગેમ 7 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઈંડિયન અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. 
 
આ લીગ દ્વારા દુનિયાભરના સારા ક્રિકેટ ખેલાડીઓને સ્થાન આપવામાં આવે છે. સાથે જ તેના દ્વારા કોર્પોરેટ ભારતને પણ પોતાની સાથે જોડવામાં આવે છે.   જાણો કેવી રીતે આઈપીએલ ફ્રેંચાઈઝ કરોડો રૂપિયામાં સ્ટાર ખેલાડીઓ ખરીદે છે અને તેના દ્વારા લાખો કરોડોની કમાણી કરે છે. આઈપીએલમાં વિજેતા બનવુ મહત્વનુ હોય છે પણ ફ્રૈચાઈજ ફક્ત તેના પર જ નિર્ભર નથી કરતી. 
આઈપીએલને બિઝનેસ માટે કર્યુ ડિઝાઈન 
 
આઈપીએલને બિઝનેસના દ્રષ્ટિકોણથી ડિઝાઈન કરવામાં આવ્યુ છે.  આ એક ક્રિકેટ ટૂર્નામેંટ છે. જેને મૂલ્યવાન કમર્શિયલ પ્રોપર્ટીના રૂપમાં વિકસિત કરવામાં આવી છે. આ કંપનીઓને આક્રમક ઢંગથી પોતાના બિઝનેસને પ્રચારિત કરવાની તક આપે છે.  આઈપીએલનુ મુખ્ય બિઝનેસ પ્લાન એ છે કે પ્રાઈવેટ કંપનીઓને ક્રિકેટ ફૈંચાઈજી ખરીદવા માટે બોલાવવામાં આવે. જ્યારે ફ્રૈચાઈજીને મોટી કિમંત પર વેચવામાં આવશે ત્યારે કોર્પોરેટ્સ ભારતીય ક્રિકેટના મુખ્ય ઘટકોમાં રોકાણ માટે આકર્ષિત થશે.   આ જ રસ્તો છે જ્યાથી પૈસા આવે છે. 
 
જાણો છો કેવી રીતે થાય છે ટીમના માલિકોની કમાણી 
 
-પ્લેયર્સની જર્સી પર જાહેરાત 
 
કંપનીઓ ખેલાડીઓની જર્સી પર જાહેરાત આપે છે. જેનાથી તેમને પબ્લિસિટી મળે છે. આ માટે ટીમને ખાસ્સી મોટી રકમ આપવામાં આવે છે. ટીમમાં દરેક વસ્તુ માટે સ્પોન્સર હોય છે.  તેમા મેન સ્પૉન્સર, જર્સી સ્પૉન્સર અને સ્લીવ સ્પૉન્સર પણ હોય છે જે આવકનુ મુખ્ય સાધન હોય છે. 
 
ટિકિટનુ વેચાણ 
 
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે આઈપીએલનો ખૂબ ક્રેઝ છે.  ટિકિટના ભાવ ટીમના માલિક નક્કી કરે છે. આઈપીએલ ટીમનો રેવેન્યૂમાં ટિકિટની ભાગીદારી લગભગ 10 ટકા છે. રમાયેલ લગભગ 60 ટકા મેચમાં સ્ટેડિયમ હાઉસફુલ હોય છે. હોમ ટીમને કુલ ટિકિટોના વેચાણમાંથી એક ચોક્કસ ભાગ મળે છે.  તેથી દરેક ટીમની 7 હોમ ગેમ મેચ હોય છે. 
મીડિયા રાઈટ્સ 
 
છેલ્લા એક દસકાથી આઈપીએલનુ અધિકારિક મીડિયા સ્પોસ્નર સોની ઈંડિયા છે. આઈપીએલમાં એક રેવેન્યૂ ડિસ્ટ્રીબ્યૂશન મોડલ છે.  અહી બીસીસીઆઈને બ્રૉડકાસ્ટર અને ઓનલાઈન સ્ટ્રીમર તરફથી મોટી રકમ મળે છે.  તેમાથી પોતાની ફી કાપીને આ રકમને ટીમ રૈકિંગના આધાર પર બધી આઈપીએલ ટીમ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. તમારે અહી એ જાણવુ જરૂરી છે કે રમતના અંતમાં જે ટીમની રૈંક જેટલી વધુ હોય છે તેને મીડિયા રેવેન્યૂમાં એટલો મોટો ભાગ મળે છે.  આઈપીએલ ટીમની કુલ કમાણીમાં 60-70 ટકા ભાગ મીડિયા રાઈટ્સનો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કંપનીઓ 10 સેકંડના સ્લોટ માટે લાખો રૂપિયા આપી દે છે. 
 
 
બ્રૈંડ વેલ્યૂ -  ક્રિકેટમાં ખેલાડીઓ ઉપરાંત બ્રૈડ વેલ્યૂ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ વાતને નકારી નથી શકાતી કે બોલીવુડ સિતારા જેવા કે શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિંટા રમતમાં ગ્લેમર નાખે છે.  વિરાટ કોહલી અને એમ એસ ધોની અનેક બ્રૈડ્સની સાથે જોડાયેલા હોય છે.  ટીમનુ આમની સાથે જોડાવવુ બ્રાંડ વેલ્યૂને વધારે છે.  જે અનેક સ્પોન્સર્સને પોતાની તરફ આકર્ષિત કરે છે. 
 
પ્રાઈઝ મની - આઈપીએલ વિજેતાઓ અને રનર અપને એક મોટી રકમ ઈનામમાં રૂપમાં આપવામાં આવે છે. વર્ષ 2017માં વિનર્સને 25.8 કરોડ રૂપિયા રનર અપને 12.9 કરોડ, પ્લેઓફમાં ત્રીજા સ્થાનવાળાને 6.4 કરોડ રૂપિયા, પ્લેઓફમાં ચોથુ સ્થાન મેળવનારને 6.4 કરોડ રૂપિયા મળે છે. ઉલ્લેખનીય છે કે ટૂર્નામેંટની વિજેતા ટીમને ઈનામ રકમનો સૌથી મોટો ભાગ મળે છે. પ્રાઈઝ મનીને ટીમના માલિક અને ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવે છે. 
 
મર્ચેડાઈજિંગ - ભારતમાં ગેમ મર્ચેડાઈઝ (ખેલ સામગ્રી)નો બજાર વાર્ષિક આધાર પર 100 ટકાના દરથી વધી રહ્યોછે.  આ બજાર લગભગ 3 કરોડ ડોલરનો છે. દરેક ફ્રૈચાઈજી મર્ચેડાઈઝનુ વેચાણ કરે છે. તેમા ટી-શર્ટ, કૈપ, બૈટ, રિસ્ટ વૉચ અને બીજી અનેક સામગ્રીનો સમાવેશ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર