પાકિસ્તાનમાં દૂધના ભાવના ઉછાળ, 210 રૂપિયા લીટર સુધી પહોંચી ગયા ચા પીવુ મુશ્કેલ

સોમવાર, 6 મે 2024 (11:24 IST)
Milk price in pakistan - ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે લોકોને રોજીંદી વસ્તુઓ માટે પણ ઘણો ખર્ચ કરવો પડે છે. અહીં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે, દૂધ જેવી રોજીંદી ચીજવસ્તુઓ પણ લોકોની પહોંચની બહાર થઈ રહી છે અને તેનું કારણ તેમની અસહ્ય મોંઘવારી છે.
 
કરાચીમાં દૂધના ભાવ કેટલા થયા?
ખરાબ આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના કરાચીમાં શહેરના કમિશનરે ડેરી ફાર્મર્સ એસોસિએશનની માંગણીઓ સ્વીકારીને વધારાને મંજૂરી આપ્યા બાદ દૂધના ભાવમાં લિટરે 10 રૂપિયાનો વધારો થયો છે. કરાચીમાં દુકાનો હવે PKR 210 પ્રતિ લિટરના ભાવે દૂધ વેચી રહી છે. ARY ન્યૂઝના અહેવાલ મુજબ આ માહિતી મળી છે
 
કિંમત 50 રૂપિયા પ્રતિ લિટર વધુ વધારો થવાનો ડર
કરાચીના કમિશનરની સૂચના અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર PKR 10 નો વધારો થયો છે પરંતુ અગાઉ દૂધના ભાવમાં PKR 50 પ્રતિ લિટરનો સંભવિત વધારો થવાની અટકળો હતી. કરાચીમાં મોંઘવારીથી દબાયેલા નાગરિકોને દૂધ 50 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થવાનો ડર હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર