ગુજરાત બોર્ડ દ્વારા 12માના પરિણામનો ફોર્મુલા સરકારે કર્યો જાહેર

ગુરુવાર, 17 જૂન 2021 (23:00 IST)
ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના પરિણમાનો ફોર્મુલા જાહેર કરવામા આવ્યો છે. આ ફોર્મુલા સીબીએસઈ ફોર્મુલાથી અલગ છે. ધોરણ 12માં નુ પરિણામ આ રીતે જાહેર થશે 
 
દસમાના 50% માર્ક્સ 
 
અગિયારમાના 25% માર્ક્સ 
બારમાના 25% માર્ક્સ 
ના આધાર પર રિઝલ્ટ થશે. રિજલ્ટ જુલાઈના બીજા અઠવાડિયામાં જાહેર થશે. 
 
રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
 
ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જેમાંથી ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધું બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર