રજનીકાંતે સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા મંગળવારે જાહેરાત કરી કે તેઓ ચૂંટણીલક્ષી રાજનીતિમાં સામેલ નહી થય. તેમણે કહ્ન્યુ કે તેઓ રાજનીતિમાં જોડાયા વગર જ જનસેવા કરશે. તેમણે એક નિવેદન રજુ કરી કહ્યુ કે હુ ખૂબ દુ:ખ સાથે કહી રહ્યો છુ કે હુ રાજનીતિમાં જોડાય શકતો નથી. મને ખબર છે કે આ જાહેરાત કરીને હુ કેટલા લોકોને દુ:ખી કરી રહ્યો છુ. મારા આ નિર્ણયથી મારા ફેંસ અને લોકોને નિરાશા થશે, પણ કૃપા કરીને મને માફ કરી દો.