કોરોના વાઇરસ : સુરતમાં કયા છે સંક્રમણના હોટસ્પૉટ?

શનિવાર, 27 જૂન 2020 (11:25 IST)
સુરત શહેરમાં કુલ 3997 કેસોમાંથી સૌથી વધુ 1001 કેસ કતારગામ ઝોનના છે, એવું સુરત મહાનગર પાલિકાની ગઈકાલની પ્રેસનોટ જણાવે છે. કતારગામ પછી સૌથી વધુ અસરગ્રસ્ત લિંબાયત ઝોન છે, જ્યાં કુલ કેસની સંખ્યા 935 થઇ છે.
 
કતારગામ અને લિંબાયત પછી વરાછા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. વરાછા એ ઝોનમાં કુલ 466 કેસ અને વરાછા બી ઝોનમાં કુલ 245 કેસ મળીને કુલ 711 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
 
મહત્વનું છે કે સુરતમાં વરાછા અને કતારગામ વિસ્તાર સુરતના હીરાઉદ્યોગના અગ્રણી વિસ્તારોમાં આવે છે. સેન્ટ્રલ ઝોન એટલે કે જેને જૂના શહેરનો કોટ વિસ્તાર કહેવાય છે, ત્યાં 506 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ઉધના ઝોનમાં 388 અને રાંદેર ઝોનમાં 265 કેસો અત્યાર સુધી નોંધાયા છે. સૌથી ઓછા 191 કેસ આઠવા ઝોનમાં નોંધાયા છે.
 
સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલી માહિતી પ્રમાણે 26 જૂને સુરત શહેરમાં 161 નવા કેસ નોંધાયા અને 3 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર