કોરોના વાઇરસ : ટેસ્ટિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી

બુધવાર, 10 જૂન 2020 (15:41 IST)
કોવિડ-19ના પરીક્ષણ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
 
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં COVID-19 પરીક્ષણ નીતિ અંગેના સરકારના પરિપત્રને પડકારવામાં આવ્યો હતો.
 
એનડીટીવીના અહેવાલ અનુસાર સુધારેલી COVID-19 પરીક્ષણ નીતિ અંગેની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ને નોટિસ ફટકારી છે.
 
આઈએમએ પિટિશનમાં 2 જૂને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરેલા પરિપત્ર મુજબ, અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના એસિમ્પ્ટોમેટિક હેલ્થવર્કરોના કોરોના વાઇરસના ટેસ્ટ માટે કોર્ટનો નિર્દેશ પણ માગ્યો છે.
 
નવી નીતિ પ્રમાણે, જો કોઈ ખાનગી તબીબને લાગે કે તેનો દરદી એસિમ્પ્ટોમૅટિક છે, કોઈ સ્વાસ્થ્ય કર્મચારીમાં કોરોનાનાં ચિહ્ન દેખાય, ઑપરેશન પહેલાં તબીબને ટેસ્ટ કરાવવાની જરૂર જણાય ત્યારે આ ટેસ્ટની છૂટ આપવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર