ઑમિક્રોનના સંકટને જોતા આ વર્ષે નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ

બુધવાર, 1 ડિસેમ્બર 2021 (18:42 IST)
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતા પ્રસરી ગઈ છે, જેને જોતા અમદાવાદ મનપાએ આ વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ન યોજવાનો નિર્ણય લીધો છે. 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનાર કાર્નિવલ આ વર્ષે નહિ યોજાય. મહત્વનું છે કે, ગત વર્ષે પણ કોરોનાના કારણે કાર્નિવલ રદ્દ કરાયો હતો.તો બીજી તરફ અમદાવાદમાં AMC દ્વારા ફ્લાવર શો ની તૈયારી શરૂ કરી દેવાઈ છે. જો કોરોનાના કેસ નહિ વધે તો ફ્લાવર શો યોજાશે. 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે. AMCની રિક્રિએશન કમિટી નિર્ણય લીધો છે. કોરોનાને કારણે ગત વર્ષે ફ્લાવર શો પણ નહોતો યોજાયો
 
 
ભારતે પણ હવે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયને રદ કર્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ કોરોનાના નવા વેરિયન્ટને ગુજરાતમાં આવતા અટકાવવા કડક નિર્ણય લાદવા સ્થાનિક તંત્રને સૂચના આપી છે. જે અંતર્ગત હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે યોજાતા કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ રદ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર