30 બેંકોના 10 લાખ કર્મચારી આજે હડતાળ પર.. આખો દિવસ કામકાજ રહેશે બંધ

બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:34 IST)
દેશભરમાં 21 સરકારી અને 9 જૂના ખાનગી બેંકોના 10 લાખ કર્મચારી બુધવારે હડતાળ પર રહેશે.  યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનની અપીલ પર આ હડતાળ કરવામાં આવી રહી છે. જેમા કર્મચારીઓની 4 અને અધિકારીઓની 5 યૂનિયનનો સમાવેશ છે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સના ઉપાધ્યક્ષ અશ્વિની રાણા મુજબ જૂના ખાનગી બેંક જે યૂનિયન સાથે જોડાયેલા છે તેમા કામકાજ નહી થાય. તેમા ફેડરલ, કર્ણાટકા, કરુર વૈશ્ય, ધનલક્ષ્મી, લક્ષ્મીવિલાસ બેંકનો સમાવેશ છે. સરકારી બેંકોના મર્જરના વિરોધમાં અને વેતન વધારાની માંગને લઈને કર્મચારીઓએ હડતાળનો નિર્ણય લીધો. 
 
હડતાળના બે કારણ 
 
1. દેશની 3 રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જરના વિરોધને લઇને બુધવારે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. બુધવારે સવારે બેંકોના મર્જરમાં વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી બેરોજગારી વકરશે તેવી ભીતિ બેંકકર્મચારીઓને છે. સાથે જ સૌથી વધુ નુકસાન ગ્રાહકોને પહોંચશે તેવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે.
 
2. ઈંડિયન બેંક એસોસિએશને 8 ટકા પગાર વધારાનો પ્રસ્તાવ આપ્યો છે. બેંક કર્મચારીના સંઘોને આ મંજૂર નથી. વ્ફેતન વૃદ્ધિ નવેમ્બર 2017થી બાકી છે.  નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સનુ કહેવુ છે કે બેંકોમાં પબ્લિકનો પણ શેયર છે. તેથી સરકાર કોઈ નિર્ણય પોતાની મેળે લઈ શકતી નથી. અમારી માંગ છે કે બધા પક્ષો સાથે વાતચીત થયા પછી જ નિર્ણય થવો જોઈએ.  પગાર વધારા માટે જે તર્ક ઈંડિયન બેંક એસોસિએશન આપી રહ્યુ છે તે કર્મચારી સંઘને મંજૂર નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર