મુખ્યમંત્રી માટે 200 કરોડનું વિમાન અને ખેડૂતોને માત્ર 700 કરોડઃ કોંગ્રેસના શૈલેષ પરમાર
શુક્રવાર, 15 નવેમ્બર 2019 (12:37 IST)
ગુજરાત સરકારા દ્રારા ખેડુતો માટે ૭૦૦ કરોડની જાહેરાત પર વિધાનસભાના ઉપનેતાએ શૈલેષ પરમારે સરકાર પર કર્યા પ્રહાર કર્યા છે. તેમણે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા ૭૦૦ કરોડ પેકેજને ખેડૂતો માટે મજાક સમાન અને માત્ર લોલીપપ ગણાવ્યું છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, કોંગ્રેસના આંદોલન બાદ સરકાર જાગી છે. સરકારની જાહેરાત એ લોલીપોપ સમાન છે. જે રાજ્યના મુખ્યમંત્રી માટે રાજ્યમાં ફરવા માટે ૨૦૦ કરોડનું પ્લેન ખરીદવામાં આવ્યું, અને તેજ રાજ્યના ખેડુતોને માત્ર ૭૦૦ કરોડની જોગવાઇ એ રાજ્યના ખેડુતો માટે મજાક સમાન છે. ઉપનેતાએ સરકાર અને વિમા કંપનીની ભાગીદારી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર વિમા કંપનીઓ પાસેથી પ્રિમીયમ ભર્યા બાદ પણ ખેડુતોને તેમના હક્ક ના નાણા નથી અપાવી શકતી. ત્યારે રાજ્ય સરકાર અને વિમા કંપનીની સાંઠગાઠ ખુલીને બહાર આવી રહી છે.રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ ગયો છે, જેને પગલે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મુદ્દે કેડૂતો દ્વારા સહાયની માંગ ઉઠી હતી, જેને પગલે સરકાર દ્વારા ખેડૂત સહાય માટે ૭૦૦ કરોડના પેકેજમા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના કમોસમી વરસાદના પગલે હજારો હેક્ટર જમીન પર ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂત સહાય માટે વિમા ઉપરાંત ૭૦૦ કરોડના સહાય પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે.બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના સંબંધો પર અને રાફેલ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી ભારતીય જનતા પાર્ટી પર કટક્ષ કર્યા હતા.