ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદની આગાહી

ગુરુવાર, 14 નવેમ્બર 2019 (10:37 IST)
હવામાનખાતાની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ પશ્વિમ રાજસ્થાન અને સમુદ્રથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ છુટોછવાયો વરસાદ પડી શકે છે.
વરસાદ મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં વરસી શકે છે. આ પહેલાં બુધવારે પણ બનાસકાંઠાના કેટલાંક વિસ્તારો, અમરેલી અને બોટાદ જિલ્લામાં વીજળીઓ ચમકી હતી અને હળવો વરસાદ પડ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર