ગુજરાતમાં ફરીવાર મગફળી કાંડ જેવો મોટો કાંડ થયા હોવાની વાત સામે આવી

બુધવાર, 13 નવેમ્બર 2019 (16:01 IST)
રાજ્યમાં  ચકચાર મચાવનારા મગફળી કાંડ જેવો જ કાંડ ફરી શરુ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે, આ કૌભાંડમાં ખેડૂતોના બદલે ખેડૂતો પાસેથી ઉપજ ખરીદતી મંડળીઓનો ભોગ લેવાયો હોવાનો ખુલાસો થયો છે. ગુજકોમાસોલે રાજ્યની 34 મંડળીઓને મગફળી ખરીદવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાજ જે હકિકતો સામે આવી છે તે ચોંકવનારી છે.એક ન્યૂઝ ચેનલને મંડળીઓ આપેલી માહિતી મુજબ ગુજકોમાસોલે 34 મંડળીઓને મગફળીની ખરીદીનો આદેશ આપ્યો હતો. આ 34 મંડળીઓમાંથી 13 મંડળીઓને પૈસા ચૂકવાયા નથી. ગુજકોમાસોલના વેરહાઉસે મંડળીઓને આપેલી રસીદો ગુજકોમાસોલે માન્ય ન રાખતા મંડળી અને ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજકોમાસોલના આ કૌભાંડના કારણે ખેડૂત મંડળીઓના 11 કરોડા રૂપિયા ફસાયા છે.આ મામલે સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પાચા ભાઈએ જણાવ્યું કે અમે ગુજકોમાસોલના આદેશથી મગફળી ખેડૂતો પાસેથી ખરીદી અને ગાંધીધામ વેરહાઉસમાં મોકલી હતી. ગુજકોમાસોલે આ રસીદો નાફેડને આપી અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થયા હતા. એક વર્ષ બાદ અમને જણાવાયું કે રજૂ કરેલી કેટલીક રસીદો ખોટી છે જેથી મંડળીએ તેના પૈસા પરત ચુકવવા પડશે.કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું કે 'ગોડાઉનના મેનેજરો જો કહેતા હોય કે આ ચીઠ્ઠીઓ ખોટી છે તો શું મગફળી આવી જ નથી? રાજ્યએ અગાઉ જોયું છે કે મગફળીની ખરીદીમાં ધૂળ ભેળવાઈ હતી. સરકાર દર વખતે અમે કોઈ ચમરબંધીને નહીં છોડીએ, ચમરબંધી તો ઠીક તમે ઉંદરડાને તો પકડો. આનો રેલો તમારા ઘર સુધી આવે છે. તમામ એજન્સીઓ અને મંડળીઓમાં ભારતીય જનતા પાર્ટીના લોકોની સંડોવણી છે.પાલ આંબલિયાએ જણાવ્યું કે આ મગફળી કાંડનું કૌભાંડ વર્ષ 2017થી શરૂ છે એમ કૉંગ્રેસ કહે છે. સરકારે નક્કી કરેલા વેરહાઉસ, સરકારે નક્કી કરેલો માણસ ચીઠ્ઠી આપે અને સરકાર એજ ચીઠ્ઠી સરકાર ન સ્વીકારે તો આમા સરકાર જ ક્યાંકને ક્યાંક શામેલ છે.વર્ષ 2017 અને નાફેડે ગુજકોર્ટ અને ગુજકોમાસોલને ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સુચવ્યું હતું. આ સંસ્થાઓએ સહકારી મંડળીઓને મગફળી ખરીદવાનું સૂચવ્યું હતું. મંડળીઓએ મગફળી ખરીદી અને સરકારી વેરહાઉસમાં જમા કરાવી દીધી હતી અને તેની રસીદો મંડળીને આપવામાં આવી હતી. આ સંસ્થાઓએ નાફેડ પાસે પેમેન્ટની માંગણી કરી ત્યારે વેરહાઉસે નાફેડને જણાવ્યું કે અમારાથી ખોટી રસીદો અપાઈ ગઈ છે માટે મંડળીઓને પેમેન્ટ ન ચુકવવા જોઈએ. આ પેમેન્ટ 6 મહિનાથી અટવાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર