India-Pakistan Tension - ઈમરાન ખાને સંસદને જણાવ્યુ , 1 માર્ચના રોજ વિંગ કમાંડર અભિનંદનને ભારત પર મોકલાશે

ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (16:48 IST)
ભારતના કૈદ પાયલોટ વિંગ કમાંડર અભિનંદન (IAF Pilot Abhinandan)ને છોડવા માટે પાકિસ્તાન તૈયાર થઈ ગયુ છે.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ત્યાની સંસદમાં આ વાત કરી છે.  ઈમરાન ખાન (Imran Khan)એ કહ્યુ કે પાકિસ્તાન આવતીકાલે ભારતીય પાયલટ અભિનંદન  (Abhinandan)ને મુક્ત કરશે. ઈમરાન ખાને કહ્યુ કે શાંતિના પગલાના રૂપમાં પાયલોટની મુક્તિના પગલા ઉઠાવ્યા છે. 
 
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પણ કહ્યુ હતુ કે જો ભારતીય વાયુસેનાના પાયલોટની કમબેકથી ભારત સાથે તનાવ ઓછો થાય છે તો પાકિસ્તાન તેના પર વિચાર કરવા તૈયાર છે. નિયંત્રણ રેખા પાસે ભારત અને પાકિસ્તાનની વાયુ સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષ પછી પાકિસ્તાને ભારતીય વિંગ કમાંડરને એ સમયે ધરપકડ કરી લેવામાં આવી જ્યારે તેનુ મિગ 21 લડાકૂ વિમાન પડી ગયુ હતુ. 
 
- ઉલ્લેખનીય છે કે આજે ભારતે પાકિસ્તાનને એ સ્પષ્ટ કહી દીધુ હતુ કે પાયલોટના કમબેકને લઈને કોઈ ડીલ નહી થાય. પાકિસ્તાન તરફથી વાતચીતની રજુઆત પર ભારત તરફથી આ કહેવામાં આવ્યુ કે પાકિસ્તાન પહેલા કાર્યવાહી કરે અને પુરતા પુરાવા રજુ કરે ત્યારે વાતચીતની કોઈ શક્યતા બની શકે છે.  આ બધા વચ્ચે એ પણ સમાચાર છેકે પાકિસ્તાનના 24 લડાકૂ વિમાન ભારતની સીમામાં 10 કિલોમીટ સુધી દાખલ થયા હતા. જેમને ભારતીય વાયુસેનાના 8 વિમાનોએ ખદેડી દીધા. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમ તનાતની વચ્ચે પાકની કૈદમાં ભારતીય પાયલોટના મામલે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે અમને પાયલોટ સુરક્ષિત સોંપી દો.  આલા સરકારી સૂત્રોએ આ માહિતી આપી છેકે ભારત સરકારે કહ્યુ કે અમે આ મુદ્દામાં કોઈ ડીલ નથી ઈચ્છતા. જો પાક ડીલ કરવાની કોશિશ કરશે તો અમે આવુ નહી કરી.  સરકારી સૂત્રોનુ માનીતો તો ભારતે પાકિસ્તાનેન કહ્યુ કે અમે પાયલોટની મુક્તિ જોઈએ. અમે એક્સેસ માંગ નથી કરી રહ્યા અને અમને પાકિસ્તાનને ઘણા પુરાવા આયા છે. જો વાતચીત કરવા માંગો છો તો ઈમરાન ખાન વિશ્વાસપાત્ર વાતાવરણ બનાવે. એવુ કહેવાય રહ્યુ છે કે ભારતે આ નિવેદન એક મહત્વની બેઠક પછી  રજુ કર્યુ છે. આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ્ક રૉ અને આઈબીના ચીફ પણ હતા. 
 
સૂત્રોનુ માનીએ તો ભારતે કહ્યુ કે જો પાકિસ્તાન ડીલ કરવા માંગશે તો કશુ નહી થાય.  અમને અમારો સૈનિક પરત જોઈએ. ડીલ નહી. ભારતે પાકિસ્તાનની કેદમાં રહેલા ભારતીય પાયલોટ સાથે મુલાકાત માટે કૉન્સ્યૂલર એક્સેસ નહોતી માંગી.  તરત મુક્તિ માટે કહ્યુ છે. સાથે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિશ્વાસપાત્ર વાતાવરણ બનાવે. ત્યારે વાર્તા પર વિચાર કરી શકાય છે. 
 
બીજી બાજુ આ પહેલા ભારતના પૂર્વ વિદેશ સચિવ સલમાન હૈદરે કહ્યુ કે ભારતીય વાયુસેનાના પાયલોટની મુક્તિ ભારતની પ્રાથમિકતા હોવી જોઈએ. ભારતને ઈંટરનેશનલ સમુહ સાથે લઈને કૂટનીતિક અને રાજનીતિક સ્તર પર પાકિસ્તાન પર દબાણ બનાવવુ જોઈએ કે તો અમારા પાયલોટને મુક્ત કરે.  જો અમારો પાયલોટ કૈદી બની રહ્યો તો મામલો વધુ બીચકી શકે છે અને ગૂંચવાય શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન બંને બાજુ જવાબી કાર્યવાહીને લઈને સમાચાર જોરો પર રહ્યા.  પાકિસ્તાને એલઓસી વિસ્તારમાં પોતાના લડાકૂ વિમાનથી ઘુસપેઠ કરવાની કોશિશ કરી જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી દીધી. પાકિસ્તાની વિમાનનો કાટમાળ પાક અધિકૃત કાશ્મીરમાં મળ્યો. આ દરમિયાન ભારતીય વાયુસેનાના એક મિગ વિમાનને નુકશાન થઈ ગયુ. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે અમારો એક પાયલોટ લાપતા છે. પછી તેના પાકિસ્તાનમાં બંધક બનાવવાની સૂચના મળી. ભારતે પાકિસ્તાનના અધિકારીઓનો સંપર્ક કર્યો અને પાકિસ્તાનમાં કૈદ પાયલોટને સુરક્ષિત પરત કરવા કહ્યુ.  આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત સાથે ફરીથી વાતચીતનો રાગ આલાપ્યો. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યુ કે યુદ્ધ થયુ તો આ કોઈના કાબુમાં નહી રહે. ઈમરાન ખાને કહ્યુ કે અમે ભારતને વાતચીત માટે આમંત્રિત કરીએ છીએ. 
 
27 ફેબ્રુઆરીની સાંજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેના પ્રમુખો સાથે લગભગ એક કલાકની વાતચીત કરી. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ અજિત ડોભાલ પણ ઉપસ્થિત હતા. ઉચ્ચસ્તરીય બેઠક પછી દિલ્હી-મેટ્રો માટે રેડ અલર્ટ રજુ કરવામાં આવ્યુ અને દરેક બે કલાક પર સ્ટેશન કંટ્રોલરને સૂચના આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર