બાળકમાં લોહીની આપૂર્તિ ઘટી જાય છે
વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પીઠના બળ સૂવાથી બાળકમાં લોહીની આપૂર્તિ ઓછી થઈ જાય છે. પીઠના બળે સૂતા મા ના મોટા થયેલા ગર્ભનો આકારાનાને કારણે ગર્ભનાળ સંકુચિત થઈ જાય છે.
ગર્ભવતી માટે કસરત કરવી ખૂબ જ જરૂરી
શોધકર્તાઓએ એ પણ કહ્યુ છે કે કોઈપણ પ્રકારની બીમારીથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ નિયમિત રૂપથી વ્યાયામ કરવો પણ જરૂરી છે. વ્યાયામથી તેમનુ બ્લડ શુગર નિયંત્રિત રહેવા સાથે મા અને બાળકમાં ટાઈપ 2 ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો પણ ઓછો થઈ જાય છે. આ સાથે જ સ્વાસ્થ્ય અધિકારી ગર્ભાવસ્થા દરમિયાન વધુથી વધુ સક્રિય રહેવાની સલાહ આપે છે અને વજનને નિયંત્રિત રાખવા માટે જંક ફુડ ખાવથી બચવા માટે કહે છે.