'ગૂગલ' ની ચીનને ચેતાવણી

ભાષા

ગુરુવાર, 14 જાન્યુઆરી 2010 (12:10 IST)
માનવાધિકાર કાર્યકર્તાઓના ઈ-મેલ એકાઉન્ટોની હૈકિંગને જોતા પ્રમુખ ઈંટરનેટ સર્ચ એંજિન ‘ગૂગલ’ એ ચીનમાં સંચાલન અને પોતાના કાર્યાલયોને બંધ કરવાની ધમકી આપી છે.

દુનિયાની બીજી સૌથી મોટી કંપની 'ગૂગલ' એ મંગળવારે એક યાદીમાં કહ્યું કે, ડિસેમ્બરમાં તેની કોર્પોરેટ આધારભૂત સંરચનાઓ પર એક ગંભીર હુમલો કરવામાં આવ્યો જેનો આધાર ચીન હતું. આ હુમલાના કારણે 'ગૂગલ' ની બૌદ્ધિક સંપદાની ચોરી થઈ.

યાદીમા કહેવામાં આવ્યું છે કે, હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ચીની માનવાધિકાર કાર્યકર્તાઓના જી-મેલ એકાઉન્ટને હેક કરવાનો હતો પરંતુ તે તેમાં સફળ ન રહી શક્યાં. તે માત્ર બે જી-મેલ એકાઉન્ટ સુધી જ પહોંચી શક્યાં અને મામૂલી માહિતી પ્રાપ્ત કરી શક્યાં. તેમાં એકાઉન્ટ ક્યારે ખોલવામાં આવ્યું હતું અને વિષય વિષે માહિતી પ્રાપ્ત હતી.

‘ગૂગલ’ એ કહ્યું કે, આ હુમલા સિવાય અમેરિકા, ચીન અને યૂરોપમાં કોમ્યુનિસ્ટ દેશમાં માનવાધિકારની વકાલત કરનારા લોકોના એકાઉન્ટને પણ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા નિયમિત રૂપે હૈક કરવામાં આવે છે. યાદીમાં કહ્યું કે 'ગૂગલ' ના સુરક્ષા ચક્રને તોડીને આ એંકાઉન્ટો સુધી પહોંચ બનાવામાં આવતી નથી પરંતુ ગ્રાહકના કોમ્પ્યુટર સુધી પહોંચીને એવું કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો