હવે જોઈએ રિલાયંસ જિયો જૂનો ફોન અને નવો જિયો 2 માં શુ તફાવત છે
જૂના ફોનમાં એનએફસીનો સપોર્ટ નહોતો પણ નવા ફોનમાં એનએફસીનો તમને સપોર્ટ મળશે. નવા ફોનમાં ડિસ્પ્લે પહોળાઈમાં વધુ છે જે જૂના ફોનમાં લંબાઈમાં વધુ હતી. બંને ફોનમાં ડિસ્પ્લે 2.4 ઈંચની ક્યૂવીજીએ છે. નવા જિયો ફોનમાં ક્વાર્ટી કીપૈડ મળશે જે જૂના ફોનમાં સાધારણ હતી. નવો ફોનની કિમંત 2999 રૂપિયા છે પણ જૂના ફોનની કિમંત 0 રૂપિયા હતી કારણ કે કંપનીએ 3 વર્ષ પછી 1500 રૂપિયા પરત આપવાનુ વચન આપ્યુ હતુ.
આવો જાણીએ જિયો ફોન 2 ની કિમંત અને સ્પેસિફિકેશન
જિયો ફોન 2 ના ફીચર્સની વાત કરીએ તો તેમા મોટા કી-બોર્ડ, 4 જી સપોર્ટ, 2.4 ઈંચની ડિસ્પ્લે, 2000 એમએએચની બેટરી, 512 એમબી રૈમ અન એ 4 જીબી સ્ટોરેજ મળશે જેને 128 જીબી સુધી વધારી શકાશે. આ ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર અને 0.3 મેગાપિક્સલ ફ્રંટ કૈમરા આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફોનમાં જિયોના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ મતલબ વૉયસ ઓવર વાઈ-ફાઈ મળશે. આ ઉપરાંત ફોનમાં એફએમ, વાઈફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ પણ મળશે. ફોનનુ વેચાણ 15 ઓગસ્ટ 2018ના રોજથી થશે અને આની કિમંત 2999 રૂપિયા રહેશે. જિયો ફોન 2ની વિશેષતા એ છે કે તેમા બે સિમનો સપોર્ટ મળશે. જેમા તમે જિયો ઉપરાંત બીજી કંપનીના સિમ કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો.