'RCB છોડી દો વિરાટ, બેંગ્લોરની હાર બાદ આ દિગ્ગજ ખેલાડીએ કોહલીને ટીમ બદલવાની આપી સલાહ

મંગળવાર, 23 મે 2023 (00:20 IST)
IPL:IPL 2023 ની છેલ્લી લીગ મેચમાં, RCBને ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સામેની હાર બાદ આરસીબી પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી. આ સાથે જ આ ટીમ માટે શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલીની ઇનિંગ્સ પર પણ પાણી ફરી વળ્યું. આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વિરાટના આઈપીએલ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
 
વિરાટે દિલ્હી તરફથી રમવું જોઈએ.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને  આરસીબી આઈપીએલમાંથી બહાર થયા બાદ તેમને  આઈપીએલ ફ્રેન્ચાઈઝી બદલવાનું સૂચન કર્યું છે અને કહ્યું છે કે તેમણે દિલ્હી કેપિટલ્સમાં જોડાવવું જોઈએ. કોહલીની સદી બાદ પણ લીગ તબક્કાની છેલ્લી મેચમાં આરસીબીની ટીમ હારી ગઈ હતી. આ કરો યા મરો મેચમાં ટીમ ગુજરાત ટાઇટન્સ સામેના 198 રનના ટાર્ગેટને બચાવવામાં નિષ્ફળ રહી હતી.
 
પીટરસને ટ્વીટ કર્યું કે સમય આવી ગયો છે કે વિરાટ રાજધાનીની ફ્રેન્ચાઈઝીમાં સામેલ થાય. પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી 2008માં લીગની શરૂઆતની સીઝનથી આરસીબી સાથે છે. લાંબા સમય સુધી ટીમનું સુકાન સંભાળ્યા બાદ તેણે 2021માં આ જવાબદારી છોડી દીધી હતી.
 
વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું
વિરાટ કોહલી ઇનિંગ્સની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. તેણે 61 બોલમાં 101 રન બનાવ્યા જેમાં 13 ફોર અને 1 સિક્સ સામેલ હતી. તેના કારણે જ આરસીબીની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. કોહલીએ આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ 100 રનની ઇનિંગ રમી હતી. ટી20 ક્રિકેટમાં આ તેની 8મી સદી હતી. કોહલીએ IPLમાં 7 સદી અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં એક સદી ફટકારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર