કોરોનાને કારણે દિલ્હી કૈપિટલ્સના આર. અશ્વિને છોડ્યુ આઈપીએલ

સોમવાર, 26 એપ્રિલ 2021 (07:35 IST)
. કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર સામે હાલ આખો દેશ લડી રહ્યો છે. રોજ બરોજ કોરોનાના મામલા વધી રહ્યા છે. હોસ્પિટલ દરદીઓથી ભરેલુ છે. દરેક કોઈ દવા, બેડ અને ઓક્સીજન મેળવવાની કોશિશમાં છે. મોટાભાગના રાજ્યોમા લોકડાઉન લગાવાયુ છે. આ દરમિયાન મોટા સમાચાર આવ્યા છે કે કોરોનાને કારણે દિલ્હી કૈપિટલ્સના સ્ટાર બોલર આર અશ્વિન (R Ashwin)આઈપીએલ (IPL 2021)ના 14માં સીઝનમાંથી હટી ગયા છે. 
 
અશ્વિને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું આવતીકાલ (મંગળવાર) થી આ વર્ષના આઈપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારી ફેમિલી કોરોના વાયરસ સામે લડી રહી છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગું છું. જો બધુ યોગ્ય દિશામાં રહ્યુ તો હું પાછા ફરવાની આશા રાખું છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર