લીલા ચણા ખાવ અનેક બીમારીઓ દૂર ભગાવો

શનિવાર, 15 એપ્રિલ 2017 (11:02 IST)
લીલા ચણા મતલબ છોડ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગના શાક, ચટણીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેને કાચા, ઉકાળીને કે ફરી સેકીને પણ ખાઈ શકાય છે.  લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરન અને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે.  આજે અમે તમને લીલા ચણા ખાવાના આવા જ કેટલાક બેમિસા ફાયદા વિશે બતાવીશુ. 
 
 
1. લોહીની કમી પૂરી 
 
લીલા ચણામાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. જે લોહીની કમીને પૂર્ણ કરવાનું કામ કરે છે. જો તમને પણ લોહીની કમી રહે છે તો તમારા ડાયેટમાં લીલા ચણાનો સમાવેશ કરો. 
 
2. મજબૂત હાડકાં - લીલા ચણામાં વિટામિન સી ની માત્રા હોય છે. નાસ્તામાં રોજ લીલા ચણાને ઉપયોગ કરવાથી હાડકા મજબૂત રહે છે અને બધા કામ કરવામાં સહેલાઈ રહે છે. 
 
3. બ્લડ શુગર કંટ્રોલ - 1 અઠવાડિયામાં અડધી વાટકી લીલા ચણા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.  જો તમે બ્લડ શુગરના દર્દી છો તો તમારા ડાયેટમાં લીલા ચણા જરૂર સામેલ કરો. 
 
3. દિલની બીમારી - રોજ અડધી વાડકી લીલા ચણાનુ સેવન કરવાથી દિલ મજબૂત રહે છે. સાથે જ બૈડ કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટે છે અને હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થઈ જાય છે. 
 
4. એંટી ઓક્સીડેટ્સથી ભરપૂર - લીલા ચણામાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સની સાથે એંટી ઓક્સીડેટ્સ થાય છે.  આ આપણને બીમારીઓથી બચાવે છે અને વૃદ્ધાવસ્થાની પરેશાનીઓથી દૂર રાખે છે. 
 
5. નબળાઈ થશે દૂર - લીલા ચણા પ્રોટીન અને મિનરલ્સના ઉપરાંત વિટામિન્સની સારુ સ્ત્રોત છે. આ નબળાઈ દૂર કરે છે અને શરીરને પ્રોપર એનર્જી આપે છે. 

વેબદુનિયા પર વાંચો