સોનાના ભાવમાં એકવાર ફરી તેજી આવી રહી છે. બુધવારે દિલ્હી શરાફા બજારમાં સોનાનો ભાવ 155 રૂપિયાથી વધીને 32,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. અંદાજ લગાવાય રહ્યો છે કે સોનામાં સ્થાનીક જ્વેલર્સ અને વૈશ્વિક સંકેતોને કારણે તેજી આવી છે. બીજી બાજુ ચાંદીમાં ઝડપથી ઘટાડો નોંધયઓ છે. બુધવારે દિલ્હી શરાફા બજારમાં ચાંદીનો ભાવ 39297 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
ટ્રેડર્સે કહ્યુ કે સ્થાનીક જ્વેલર્સની માંગને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.54 ટકા ઘટીને 1282.40 ડોલર પ્રતિ ઔસ થઈ ગયો ક હ્હે. બીજી બાજુ ચાંદીનો ભાવ 0.74 ટકા વધીને 15.60 ડોલર પ્રતિ ઔસ થઈ ગયો. નબળા રૂપિયાને કારણે સોનાની આયાત મોંઘી થઈ. આ કારણે ભાવને થોડી મદદ મળી.