પોડેંચેરીમાં શરૂઆતી ટ્રેંડમાં NDA આગળ, UPA ને મળશે ધોબી પછાડ?

રવિવાર, 2 મે 2021 (11:50 IST)
કેંદ્ર શાસિત પ્રદેશ પોડેંચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવી રહ્યા છે. મતગણતરી શરૂ થઇ ગઇ છે. અહીં કોંગ્રેસના નેતૃતવાળા ગઠબંધન અને ભાજપની નેતૃત્ત્વવાળી ગઠબંધન વચ્ચે મુકાબલો છે. એક્ઝિટ પોલના અનુમાન જો સાચા પડે છે તો પોડેંચેરીમાં એનડીએ ગઠબંધ સરકાર બનાવશે. પોંડેચેરીની 14 સીટોના ટ્રેંડ આવી ચૂક્યા છે. એનડીએ 10 સીટો પર આગળ છે, જ્યારે યુપીએ 3 સીટો પર આગળ છે. 
 
ઇન્ડીયા ટુડે એક્સિસ માઇ ઇન્ડીયના એક્ઝિટ પોલમાં પોડેંચેરીમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને 20 થી 24 સીટો મળવાનું અનુમાન છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ ગઠબંધનનને 6 થી 10 સીટો મળવાનું અનુમાન છે. અન્યને શૂન્યથી એક સીટ મળવાનું અનુમાન છે. 
 
પોડેંચેરીમાં એનડીએને 52 ટકા અને યૂપીએને 37 ટકા મત મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અન્યને 11 ટકા મત મળવાનું અનુમા છે. અહીં કોંગ્રેસ, ડીએમકે સાથે ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જ્યારે ભાજપ અખિલ ભારતીય એનઆર કોંગ્રેસ અને એઆઇડીએમકે સહિત અન્ય નાના પક્ષો સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. 
 
33 સીટોવાળી પોડેંચેરી વિધાનસભામાં 30 સીટો પર ચૂંટણી થાય છે, જ્યારે અહીં ત્રણ સીટો નોમિનેટેડ હોય છે. જેને કેંદ્ર નોમિનેટ કરે છે. 2016 માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ ગઠબંધનને જીત પ્રપત થઇ હતી. યૂપીએને કુલ 17 સીટો પર જીત પ્રાપ્ત થઇ હતી જેમાં કોંગ્રેસને 15 સીટો પ્રાપ્ત થઇ હતી. કોંગ્રેસના વી નારાયણસ્વામી પોડેંચેરીના મુખ્યમંત્રી બન્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર