આજે રાજ્યમાં વરસાદનું જોર ઓછુ રહેશે, જુનાગઢમાં ૯ ઇંચથી વધુ વરસાદ

બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (08:11 IST)
Weather news- ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, પહેલા બે દિવસ મધ્ય ગુજરાત,ત્યારબાદ ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ કચ્છ અને મોરબીને મેઘરાજાએ બાનમાં લીધુ. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર આજે વરસાદનું જોર ગુજરાતમાં ઓછુ રહેશે
 
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૩૦૨ મિ.મી. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં ૧૯૪ મિ.મી., વરસાદ નોંધાયો છે.  
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૧૭૨ મિ.મી.,  બનાસકાંઠાના ભાભરમાં ૧૭૧ મિ.મી.,  અને મહેસાણામાં ૧૬૪ મિ.મી.,  એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ૧૪૮ મિ.મી., એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર