બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આજરોજ બાબુભાઇ વનમાળીભાઈની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ભૂમિ બારડોલીથી એક નવી ચળવળ શરૂ થાય તેવા હેતુથી આજરોજ ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા બારડોલી અને સુરત પાર્સિંગની ગાડી પાસે ટોલટેક્સ ઉઘરાવવામાં ન આવે અને તેમના માટે અવર જવર માટે ખાસ બે લાઈન વિના મૂલ્યે રાખવામાં આવે તે બાબતની લડત અંગે એક બિન રાજકીય મિટિંગ યોજાઈ હતી.