પોલીસે ડિસેમ્બરમાં અહી આયોજીત એલગાર પરિષદ અને ત્યારબાદ જીલ્લામાં ભીમા-કોરેગાવ હિંસાના સંબંધમાં ગુરૂવારે દલિત કાર્યકર્તા સુધીર ધાવલે, વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, કાર્યકર્તા મહેશ રાઉત અને શોમા સેન અને રોના વિલસનને ક્રમશ મુંબઈ, નાગપુર અને દિલ્હીથી ધરપકડ કર્યા હતા. બધા પાંચ આરોપીઓને આજે સત્ર કોર્ટમાં રજુ કર્યા હતા. જેમને તેને 14 જૂન સુધી પોલીસ ધરપકડમાં મોકલી આપ્યા.
આરોપીના ઘરેથી મળેળી ચિઠ્ઠીમાં લખ્યુ છે કે પીએમ મોદીનુ આખા દેશમાં વધી રહેલુ મહત્વ અમારી પાર્ટી માટે સંકટ છે. મોદી લહેરનો ફાયદો ઉઠાવતા ભાજપાએ દેશના 15થી વધુ રાજ્યોમાં પોતાને સરકાર બનાવી. આવામાં અમને હવે મોદીના ખાત્માને લઈને સખત પગલા ઉઠાવવા જ પડશે. અમે વિચારી રહ્યા છીએ કે રાજીવ ગાંધી કાંડની જેમ આને પણ અંજામ આપવામાં આવે જેથી જોવામાં આ આત્મહત્યા કે દુર્ઘટના જેવુ લાગે. પત્ર મુજબ મોદીના કોઈ રોડ શો દરમિયાન તેમને નિશાન બનાવી શકાય છે.