NDA માં સામેલ થશે મહિલાઓ- છોકરીઓને અત્યાર સુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી

બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (14:39 IST)
દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માં સામેલ થવાની વાટ જોઈ રહેલી છોકરીઓ માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તેમની પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. 
 
NDA માં સામેલ થશે મહિલાઓ- તાજેતરમાં મહિલાઓને પરમાનેંટ સર્વિસ કમીશનમાં શામેલ કરવાનો ફેસલો આપ્યા પછી હવે સુપ્રીમ કોર્ટએ એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટએ મહિલાઓને હવે એનડીએ એટલે કે નેશનલ ડિફેંસ એકેડમીની પરીક્ષામાં પણ બેસવાની પરવાનગી આપી છે. આ આદેશ આ વર્ષે 5 સેપ્ટેમ્બરને થનારી એનડીએની પરીક્ષાથી લાગૂ થશે. કેસની સુનવણી દરમિયાન સેનાએ કહ્યુ કે એનડીએ પરીક્ષામાં મહિલાઓને શામેલ ન કરવા પૉલીસી ડિસિજન છે. આ પર શીર્ષ કોર્ટએ ફટકાર લગાવતા કહ્યુ કે જો આ પૉલીસી ડિસિજન છે. તો આ ભેદભાવથી પૂર્ણ છે. પણ 5 સેપ્ટેમ્બરને પરીઅક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયના અધીન થશે. 
 
છોકરીઓને અત્યાર સુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી નહતી. છોકરીઓ અને તેમના પરિજન આ મુદ્દે લાંબા સમયથી સરકાર પાસે છૂટ આપવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જેના પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટનો કહેવુ છે કે સશસ્ત્ર બળ (NDA) એક ખૂબજ સમ્માનજનમ બળ છે. પણ તેને બળોમાં લેંગિક સમાનતાની દિશામાં વધુ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટનો કહેવુ છે કે તેને આશ છે કે રક્ષા બળ તે મહત્વપૂર્ણ ભૂમિકાને મહત્વ આપશે જે મહિલાઓ ભજવી રહે છે તેના પર કેંદ્ર સકરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માં છોકરીઓને શામેલ કરવાની પરવાનહી આપવાનો ચુકાદો લીધુ છે કેંદ્રનો કહેવુ છે કે ત્રણ સેના પ્રમુખથી સલાહ કર્યા પછી જ આ નિર્ણય લીધુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર