કલેક્ટર ડો.રાહુલ હરિદાસ ફટીંગે જણાવ્યું છે કે, એક વ્યક્તિ ગુજરાતથી સિવની આવ્યો હતો, તેને શરદી થઈ હતી. સામાન્ય તપાસમાં તે વ્યક્તિ કોરોના પોઝિટિવ નથી આવ્યો, પરંતુ RTCPRની તપાસમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત દર્દીના જીનો-સિક્વન્સ ટેસ્ટિંગ માટે સેમ્પલ દિલ્હીની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેથી કરીને એ વાતની પુષ્ટિ કરી શકાય કે દર્દી ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં. કોરોના સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રોનના આગમન પછી, સિવની જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી મળ્યા બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ થઇ ગયું છે.