15 kitchen tips - રસોડાના કામને સરળ બનાવશે આ કિચન ટિપ્સ

સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:15 IST)
15 kitchen tips- બાદામના છોતરા સહજતાથી કાઢવા માટે તેને 15-20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાડી દો. 
 
વાસણમાંથી ખાવાનું બળવાની ગંધ અને ચોંટેલું છોડાવવા માટે તેમાં કાપેલી ડુંગળી અને ઉકળતું પાણી નાખી પાંચ મિનિટ સુધી રાખો. વાસણ સરળતાથી સાફ થઈ જશે.  
 
કાચા નારિયેળની બરફીને જલ્દી અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તાજા દૂધના સ્થાને મિલ્ક પાવડરનો પ્રયોગ કરો. 
 
જુના પાપડના નાના ટુકડા કરી,પાણીમાં ઉકાળો,ફિલ્ટર કરી સરસોંનો છોંક લગાવી ટમેટા અને દહીં મસાલા સાથે સ્વાદિષ્ટ શાક બનશે. 
 
દહીં ખાટું થઈ ગયું હોય તો તેમાં બે કપ પાણી નાખી , અડધો કલાક પછી ધીમે-ધીમે પાણી કાઢી લો. ખટાશ નીકળી જશે. 
 
મરચાંના ડબ્બામાં થોડી હિંગ નાખી દેશો તો મરચું લાંબા સમય સુધી ખરાબ નહી થશે. 
 
ખાંડના  ડબ્બામાં 5-6 લવીંગ નાખી દો તો કીડી નહી આવે. 
 
કઢીમાં દહી નાખતા પહેલા તેમાં થોડું બેસન નાખી ફેંટી લો આથી કઢી નરમ બનશે અને દહીના દાણા નહી દેખાશે. 
 
નૂડલ્સની ચિકાશ દૂર કરવા ઉકાળતી વખતે તેમાં થોડુક તેલ નાખી દો અને બાફ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો.  
 
ઈંડાને બાફતા પહેલા એમા પીન વડે એક કાણું કરી દો આથી છોતરા સરળતાથી નીકળશે. 
 
નારિયેલના છોતરા આરામથી કાઢવા માટે તેના છોતરા કાઢતા પહેલાં તેને અડધા કલાક સુધી પાણીમાં પલાળી મુકો.  
 
ઈંડાની તાજગી ઓળખવા માટે એને મીઠાના ઠંડા પાણીમાં રાખો જો ડૂબી જાય તો તાજો છે અને ઉપર આવે તો વાસી  છે. 
 
વધારાના ઈડલી અને ડોસાના ખીરાને લાંબા સમય સુધી તાજુ રાખવુ હોય તો તેમાં એક પાન નાખી દો. 
 
પૂરીનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ મિક્સ કરશો તો પૂરી વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે. જો ઘી અને તેલ મિક્સ કરી દેશો તો પણ પુરી કુરકુરી બનશે. 
 
બળેલા વાસણને સરળતાથી સાફ કરવા તેમાં એક કપ પાણીમાં એક ટીપુ વાસણ ધોવાના સાબુ સાથે ઉકાળો પછી ધોઈ લો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર