ડાયાબીટીસના ઉપચારમાં મદદ કરશે આ ઘરેલુ ઉપાય

શનિવાર, 8 જુલાઈ 2023 (20:59 IST)
ડાયાબિટીઝના ઉપચાર માટે દવાની સાથે સાથે જીવનશૈલીમાં ફેરફારની પણ જરૂર છે. આવામાં આયુર્વેદના મુજબ આ ઘરેલુ ઉપાયોની મદદથી ડાયાબિટીઝ નિયંત્રિત રાખવામાં ફાયદો મળશે. જાણો ઘરેલુ ઉપાય 
 
તજ પાવડર ડાયાબીટીસ ટાઈપ 2ને નિયંત્રિત કરવામાં મદદગાર બની શકે છે. પણ તેનો મતલબ એ નથી કે તમે તેનુ વધુ સેવન કરો. કારણ કે વધુ સેવન શરીરના ટોક્સિન વધારી શકે છે.  એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરી તેનુ સેવન થોડા દિવસ સુધી કરો. પછી શુગર ટેસ્ટ કરો. 
 
આમળામાં વિટામિન સી અને એંટીઓક્સીડેંટ્સ સારી માત્રામાં છે જે ડાયાબીટીસમાં લાભકારી છે. આમળા કે તેના જ્યુસનુ સેવન નિયમિત રીતે કરો. 
 
મેથી દાણાનુ સેવન પણ ડાયાબીટીસના લોકો માટે ફાયદાકારક છે. આ વધુપડતો કાર્બોહાઈડ્રેટને શોષવામાં મદદરૂપ છે. રોજ એક ચમચી મેથીદાણાનો પાવડર દૂધમાં મિક્સ કરી નિયમિત રૂપે તેનુ સેવન કરો. 
 
ઘણા ઓછા લોકો જાણે છે કે કેરીના પાન ઈન્સુલિનને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. સૂતી સમયે એક વાડકી પાણીમાં પાન પલાળી લો અને સવારે ઉઠીને એ પાણીનુ સેવન કરો. 
 
જામુનમાં એંલાજિક એસિડ અને એંથિસિયાનિન નામનુ તત્વ છે જે ડાયાબીટીઝને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 
 
કઢી લીમડો શરીરમાં વધુ સ્ટાર્ચને ઓછુ કરવામાં મદદ કરે છે. તેથી તેનુ સેવન ડાયાબીટીસમાં ફાયદાકારી છે. 
 
જામફળમાં વિટામીન સી અને ફાઈબર વધુ પ્રમાણમાં છે જે ડાયાબીટીસ નિયંત્રિત કરવામાં મદદરૂપ હોઈ શકે છે. 
 
કારેલાનુ સેવન રક્તમાં ગ્લુકોઝનુ સ્તર ઓછુ કરે છે. જેનાથી ડાયાબીટીસ નિયંત્રણ કરવુ સરળ થઈ જાય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર