બાફેલા ઈંડાના પાણીનો આવો ઉપયોગ જાણીને તમે ચોકી જશો

બુધવાર, 15 માર્ચ 2017 (15:28 IST)
જો તમે બાફેલા ઈંડા બાફ્યા પછી તેનું પાણી ફેંકી દો છો તો આ ટેવ બદલી નાખો. કારણકે તમે તેનો સરસ ઉપયોગ કરી શકો છો.  અત્યારે સર્ચમાં આ વાત સામે આવી છે. 
માસ્ટર ગાર્ડનર ઑફ હેમિલ્ટન દ્વારા રજુ આ અભ્યાસની રિપોર્ટ મુજબ ઈંડા બાફ્યા પછી તેનો વધેલા પાણીમાં કેટલાક એવા પોષક તત્વ હોય છે. જે છોડ માટે ખાતરનું કામ કરી શકે છે. 
 
ઈંડાના છાલટમાં કેલ્શિયમ, પોટેશિયમ અને થોડું ફાસ્ફોરસ, મેગ્નેશિયમ અને સોડિયમ હોય છે. ઈંડા બાફ્તા સમયે આ તત્વ પાણીમાં આવી જાય છે. 
 
આમ તો છોડમાં કોશિકાઓના વિકાસ માટે આ બધા તત્વોની સૌથી વધારે જરૂર હોય છે એવામાં જો છોડમાં બાફેલા ઈંડાનો પાણી કે ઈંડાના છાલટા નાખશો તો તે ખાતરનું  કામ કરે છે અને છોડનો વિકાસ સારું હોય છે. 
 
છોડને ઘરની અંદર રાખો છો તો તે સૂર્યની રોશની પર્યાપત નહી મળી રહી છે તો પણ આ ઉપાય છોડના વિકાસ માટે કારગર છે. ખાસ કરીને ટમેટા અને મરચા ના છોડ માટે આ વધારે ઉપયોગી છે. 
 

વેબદુનિયા પર વાંચો