ઘરેલુ ઉપચાર - રોજીંદા જીવનમાં ઉપયોગી ઘરેલુ નુસ્ખા

ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (11:20 IST)
નાની નાની હેલ્થ પ્રોબલેમ્બને ગોળી લીધા વગર દૂર કરી શકો છો. જી હા આપણે ક્યારેક દર્દ કે સમસ્યાને નાની માનીને તેને સહન કરતા રહે છે. જો તમને પણ આવી હેલ્થ પ્રોબ્લેમ્બ્સ થાય તો થોડાક નાના મોટા ઘરેલુ નુસ્ખા દ્વારા તમે ખુદને ઠીક કરી શકો છો. 
 
- સ્કિન ડ્રાય કે નિસ્તેજ લાગે તો જવનો લોટ, હળદર, સરસિયાનુ તેલ પાણીમાં ભેળવી ઉબટન બનાવી લો. રોજ શરીરમાં માલિશ કરી કુણા પાણીથી નાહી લો. દૂધને કેસરમાં મિક્સ કરીને પીવો. રૂપ નીખરી જશે. 
 
- માથાનો દુ:ખાવા થાય તો લવિંગ વાટીને માથા પર તેનો લેપ લગાડવાથી જલ્દી આરામ મળે છે. મીઠામાં બે ટીપા લવિંગનુ તેલ નાખીને તેનુ પેસ્ટ માથા પર લગાવો ખૂબ જલ્દી આરામ મળશે. 
 
- સંતરાના છાલટાનું ઝીણું ચૂરણ બનાવીને તેમા ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાવો. ચેહરાના ખીલની સાથે સાથે માતાજી નીકળ્યા હોય તેના ડાધ પણ દૂર થાય છે. 
 
- જો તમને કંઈક વાગ્યુ હોય અને તે પાકી ગયુ હોય તો આંકડાના પાન પર સરસિયાનું તેલ લગાવીને ધા પર લગાડવાથી ધા ફૂટીને પસ બહાર નીકળી જાય છે અને ઘા જલ્દી સૂકાવવા માંગે છે. 
 
 - એક દિવસમાં 8-9 કેળા ત્રણથી ચાર દિવસ સુધી ખાવાથી આર્થરાઈટિસના કારણે થનારો દુ:ખાવો દૂર થાય છે. 
 
- જીરાને  સાકરની ચાસણીમાં મિક્સ કરીને તેમા મધની સાથે લેવાથી પથરી ઓગળીને પેશાબ સાથે બહાર નીકળી જાય છે. 
 
- બે ચમચી ઈસબગોલને છ કલાક પાણીમાં પલાળીને મુકી દો. મોડી રાતે સૂતા પહેલા ઈસબગોલને પાણી કે દૂધ સાથે પીવાથી કબજીયાત દૂર થઈ જશે. 
 
- દસ તાજા લીલો કઢી લીમડાને સવારે ખાલી પેટ ત્રણ મહિના સુધી નિયમિત રૂપે ખાવાથી ડાયાબિટીઝ કંટ્રોલ થવાની સાથે સાથે જાડાપણું ઘટવા લાગે છે. 
 
-હીંગને ગરમ પાણીમાં ભેળવીને પાંસળીઓ પર લેપ કરવાથી પાંસળીઓનો  દુ:ખાવો દૂર થાય છે. 
 
- એક ગ્લાસ કુણા પાણીમાં બે નાની ચમચી લીંબૂનો રસ મિક્સ કરી લો. આ કામ દિવસમાં 8-10 વખત કરો. અર્થરાઈટિસના દુ:ખાવામાં આરામ મળશે. 
 
- 1/2 ચમચી સાકરિયાને 2 ચમચી દૂધમાં વાટીને પેસ્ટ ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. તેને નિયમિત રૂપે દોઢ મહિના સુધી લગાવવાથી રંગમાં નિખાર આવે છે અને ચહેરાના દાગ ધબ્બા દૂર થાય છે.  
 
- ફુદીનાનો રસ લેવાથી કે ફુદીનાની ચા પીવાથી માથાના દુ:ખાવામાં તરત જ આરામ મળે છે.  આ ઉપરાંત્ર જો માથાનો દુ:ખાવો ખૂબ વધુ હોય તો ફુદીનાનુ તેલ હલ્કા હાથે માથા પર લગાવવાથી માથાનો દુ:ખાવો બંધ થાય છે.  

- સફેદ જીરાને ઘી માં સેકીને તેનો હલવો બનાવીને પ્રસુતાને ખવડાવવાથી સ્તનના દૂધમાં વધારો થાય છે. 
 
- મોઢામાં ચાંદાની સમસ્યા પરેશાન કરી રહી હોય તો દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વાર કાચા દૂધથી કોગળા કરો. ચાંદાની સમસ્યાથી છુટકારો મળશે.  
- વરિયાળી, જીરૂ અને ધાણા બધુ 1-1 ચમચી લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવો. અડધો ગ્લાસ પાણી બચી જતા તેમા એક ચમચી ગાયનુ ઘી મિક્સ કરીને સવાર-સાંજ પીવો. પાઈલ્સમાં લોહી નીકળવુ બંધ થઈ જાય છે.  
 
- વાળમાં ખોળો થયો હોય તો મેથી દાણાનું પેસ્ટ વાળમાં લગાડો અને અડધો કલાક પછી તેને ધોઈ લો અને વાળને સૂતી કપડાથી હળવે હાથે માલિશ કરી સુકાવી લો. ખોળો દૂર થઈ જશે.  
 
- ધાણા, જીરુ અને ખાંડ ત્રણેયને એકસરખા પ્રમાણમાં લઈને તેનુ સેવન કરવાથી એસીડીટી દૂર થાય છે.  
- રોજ સવારે એક કે બે લસણની આખી કળીઓ પાણી સાથે લેવાથી સાંધાનો દુ:ખાવો દૂર થાય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર