તજ એક આયુર્વૈદિક ઔષધિ છે. આયુર્વૈદિક એક્સપર્ટ મુજબ તજની છાલને ઔષધિ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે. તજ જાડાપણુ દૂર કરવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર ભગાડે છે. આ રક્તશોધક પણ છે.
- ગરમ પાણી સાથે તજનો પાવડર લેવાથી સાંધાનો દુખાવો ઠીક થાય છે.
- રક્તશોધક એટલે કે બ્લડ પ્યુરિફિકેશન કરવાને કારણે આ ત્વચા સંબંધી રોગોમાં ખૂબ લાભકારી છે. ખાસ કરીને પિમ્પલ્સ માટે.
- આ મેટાબોલિજ્મને વધારે છે તેથી જાડા લોકોએ આનો પ્રયોગ જરૂર કરવો જોઈએ.
- આ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને બ્લોકેજને હટાવે છે તેથી દિલના દર્દીઓ માટે લાભદાયક છે અને સામાન્ય લોકોને દિલની બીમારીઓથી બચાવે છે.
- રાત્રે સૂતી વખતે આ પાણી પીવાથી કાનની સમસ્યા જેવી કે ઓછુ સંભળાવવુ, કાનમાં અવાજ આવવો, કાનમાં વારેઘડીએ ઈંફેશન થવુ વગેરેમાં લાભકારી હોય છે.