Lunar Eclipse: 100 વર્ષ બાદ હોળી પર લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં કેટલી થશે તેની અસર ?

ગુરુવાર, 14 માર્ચ 2024 (13:22 IST)
Lunar Eclipse: સો વર્ષ પછી હોળી પર ચંદ્ર ગ્રહણનો યોગ છે.  સર્વાર્થ સિદ્ધિ યોગમાં હોલિકા દહન થશે. 24 માર્ચના રોજ હોળી દહન અને 25 માર્ચના રોજ હોળી ઉજવાશે. હોળી દહન માટે એક કલાક 20 મિનિટનુ મુહુર્ત મળશે. 
 
રંગોના તહેવાર હોળી પર ન તો ચંદ્રગ્રહનનો પ્રભાવ રહેશે અને ન તો હોળી પર ભદ્રાની કોઈ અસર. ફાગણ પૂર્ણિમા પર હોળી દહન માટે 1.20 કલાકનુ શુભ મુહુર્ત બની રહ્યુ છે. આ સાથે જ હોળી દહન પર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે.  
 
કાશી સહિત આખા દેશમાં 25 માર્ચના રોજ હોળી ઉજવાશે. હોળી પર સો વર્ષ પછી ચંદ્રગ્રહણનો યોગ બની રહ્યો છે. જો કે ભારતમાં દ્રશ્યમાન ન હોવાથી આનો કોઈ પ્રભાવ નહી રહે. ફાગણ પૂર્ણિમા પર 24 માર્ચના રોજ હોળીની પૂજા થશે. 
 
ફાગણ પૂર્ણિમાની શરૂઆત 24 માર્ચના રોજ સવારે 8.13 વાગ્યાથી થશે અને આગામી દિવસે 25 માર્ચ સવારે 11.44 વાગ્યા સુધી રહેશે.  હોળી દહનના દિવસે 24 માર્ચના રોજ ભદ્રા સવારે 9.55 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 11.13 વાગ્યા સુધી ભદ્રાનો પડછાયો રહેશે.  હોળી દહના સમયે ભદ્રાનો પડછાયો પણ નહી રહે. 
 
હોળી દહન ભદ્રા પછી રાત્રે 11:13થી મઘ્ય રાત્રિ 12.33ના મઘ્ય થશે. હોળી દહનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7.34 વાગ્યાથી બીજા દિવસે સવારે 6.19 વાગ્યા સુધી છે. રવિ યોગ સવારે 6.20 વાગ્યાથી સવારે 7.34 વાગ્યા સુધી રહેશે. 

મુહુર્ત ચિંતામણિની ગણના મુજબ જો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વિશેષ પર્વ કાળ પર આવે તો આ નક્ષત્ર ધન ધાન્યની વૃદ્ધિ કરનારો માનવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ આ વખતે હોળી પ્રગટાવવા માટે 1.20 કલાકનો સમય મળશે.  
 
ભારતમાં નહી જોવા મળે ચંદ્રગ્રહણ 
- પંચાગ મુજબ વર્ષ 2024નુ પહેલુ ચંદ્ર ગ્રહણ 25 માર્ચના રોજ આવી રહ્યુ છે. ઉપચ્છાયા ચંદ્રગ્રહણ સવારે 10.23 વાગ્યાથી બપોરે 3.02 વાગ્યા સુધી રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહી મળે.  આ કારણે તેનો પ્રભાવ પણ નહી પડે.  આનુ સૂતક પણ ભારતમાં માન્ય નહી રહે.  જ્યોતિષ મુજબ હોળી પર 100 વર્ષ પછી ચંદ્ર ગ્રહણનો યોગ બની રહ્યો છે. 
 
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમા રાશિમા હશે જ્યારે કે રાહુ અને સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે. ગ્રહણ મિથુન સહિત પાંચ રાશિઓ માટે લાભકારી પરિણામ આપનારુ રહેશે. 
 
શુભ હોય છે સ્વર્ગ અને પાતાલ વાસિની ભદ્રા 
દર વર્ષે હોલિકા પૂજાના દિવસે ભદ્રાનો પડછાયો રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૃથ્વીની નિવાસી ભદ્રા અશુભ છે. જો હોલિકા પૂજાના સમયે પૃથ્વીની નિવાસી ભદ્રા હાજર હોય તો તે સમય ટાળવો જોઈએ. પરંતુ, સ્વર્ગ અને પાતાળની નિવાસી ભદ્રાને શુભ માનવામાં આવે છે.
 
ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમા 24 માર્ચના દિવસે ભદ્રા પાતાળ લોકમાં નિવાસ કરશે.  જો ભદ્રા કન્યા, તુલા અને ધનુ રાશિના ચંદ્રમાની સાક્ષીમાં આવે છે તો તે ભદ્રા પાતાળમાં વાસ કરે છે અને પાતાળમાં વાસ કરનારી ભદ્રા ધન-ધાન્ય અને પ્રગતિ આપનારી માનવામાં આવી છે. 
 
આ દ્રષ્ટિથી આ ભદ્રાની ઉપસ્થિતિ મંગળકારી માનવામાં આવી છે. તેથી આ દિવસે પ્રદોષ કાળમાં હોળીનુ પૂજન કરવામાં આવી શકે છે.  મુહૂર્ત ચિંતામણિની ગણના મુજબ જો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વિશેષ પર્વ કાળ પર આવે છે તો આ નક્ષત્ર ધન ધાન્યની વૃદ્ધિ કરનારુ માનવામાં આવે છે. 
 
 હોળી પ્રગટાવવાનુ મુહૂર્ત - રાત્રે 11:13 વાગ્યાથી મઘ્ય રાત્રિ 12:33 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ 24 માર્ચના રોજ સવારે  7:34 વાગ્યાથી 25 માર્ચના રોજ સવારે 6:19 વાગ્યા સુધી 
રવિ યોગ 24 માર્ચના રોજ સવારે 06:20 વાગ્યાથી 25 માર્ચના રોજ સવારે 07:34 વાગ્યા સુધી 
હોળી પ્રગટાવવા માટે એક કલાક અને 20 મિનિટનુ મુહુર્ત મળશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર