HOLI 2018 - રાશિ મુજબ હોળીની અગ્નિમાં નાખો આ વસ્તુ.. કષ્ટથી મુક્તિ મળશે
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (17:38 IST)
જ્યોતિષ મુજબ આ વખતે હોળી પ્રગટાવવાના દિવસે દેવ ગુરૂ બૃહસ્પતિ અને દૈત્ય ગુરૂ શુક્ર બંને જ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. તેથી આ દિવસ રાશિ મુજબ હોળી દહનમાં આહુતિ આપવાથી બધા કષ્ટોથી મુક્તિ અપાવશે.
જાણો રાશિ મુજબ કંઈ વસ્તુની આહુતિ આપવી શુભ રહેશે.
મેષ - જ્યોતિષ મુજબ મેષ રાશિના જાતકોને હોળી દહન સમયે ગોળની આહુતિ આપવી જોઈએ. આ દિવસે હોલિકાની અગ્નિમાં ગોળની આહુતિ આપવી તમારે માટે સમસ્ત કષ્ટોની મુક્તિ અપાવનારુ સાબિત થશે. સાથે જ મંગળકારી પણ સાબિત થશે.
વૃષભ - વૃષભ રાશિના જાતકોને હોલિકા દહનમાં ખાંડની આહુતિ આપવી જોઈએ. હોલિકા દહનવાળી અગ્નિમાં ખાંડની આહુતિ આપવા માટે અત્યંત શુભ સાબિત થશે. સાથે જ જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્ત કષ્ટોનો નાશ થશે.
મિથુન - મિથુન રાશિના જાતકોને હોલિકા દહનની અગ્નિમાં આહુતિ આપવી ખૂબ જ શુભ ફળદાયક સાબિત થશે. મિથુન રાશિના જાતકોને આ દિવસે હોલિકાની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ. કપૂરની આહુતિ આપવી તમારે માટે બધા સંકટોથી મુક્તિ અપાવશે.
કર્ક - કર્ક રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં લોબાનની આહુતિ આપવી મંગળકારી સાબિત થશે. તેથી આ રાશિના લોકોએ આ દિવસે હોળીના અગ્નિમાં આની આહુતિ આપવી જોઈએ.
સિંહ - જ્યોતિષ પંડિત ઘનંજય પાંડેય મુજબ સિંહ રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ. આ દિવસે હોળી દહનમાં ગોળની આહુતિ આપવા માટે અત્યંત શુભ ફળદાયક સાબિત થશે.
કન્યા - કન્યા રાશિના જાતકોનએ પણ હોળી દહનની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ. આ દિવસે કપૂરની આહુતી તમને સમસ્ત કષ્ટોથી મુક્તિ અપાવનારી સાબિત થશે.