Ganesh Chaturthi 2022: ગણેશ ચોથ આ વખતે 31 ઓગસ્ટ ના રોજ ગુરૂવારે ઉજવાશે. આ દિવસે 2.57 મિનિટ સુધી સાધ્ય યોગ છે. ત્યારબાદ શુભ યોગ છે. આ શુભ યોગમાં ગણેશ ચતુર્થીની પૂજા કરવામાં આવશે અને વિધ્નહર્તા ગણેશ વ્રતનુ વ્રત કરીને વિધિપૂર્વક તેનુ પારણ કરવ્વામાં આવશે. દર મહિને બે ચોથ આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાસ પછી. પૂર્ણિમા પછી પડનારી ચોથ સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખાય છે. મતલબ સંકટ હરનારી, વિઘ્નહર્તા ગણેશ બધા કષ્ટો દૂર કરે છે. ગૃહ ક્લેશથી મુક્ત કરે છે. ગૃહ ક્લેશથી મુક્ત કરે છે. ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો ભંડાર ભરી દે છે. તેથી સંકષ્ટી ચતુર્થીનુ મહત્વ ખૂબ વધી જાય છે.
આ રાશિઓ પર રહેશે ગણેશની કૃપા દ્રષ્ટિ
મેષ રાશિ - ગણેશ ચતુર્થી પર મેષ રાશિના જાતકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેશે. આ માટે આકસ્મિક ધન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. વેપારમાં લાભ થવાની શક્યતા છે. નવા રોકાણની તરફ જોઈ રહ્યા છો તો તેમા પણ સારા પરિણામ પ્રાપ્ત થવાની આશા છે. ગણેશ ચતુર્થીના દિવસે સાચા મનથી માંગેલી ઈચ્છા પૂરી થવાને શક્યતા રહે છે.