Sattu For Summer: તપતી ગરમી અને તડકાએ હાલ બેહાલ થઈ ગયા છે તો તમારા ડાયેટમાં સત્તૂનો સમાવેશ કરી લો. આ એક એવો ખાદ્ય પદાર્થ છે જે ગરમીની અસરને ચપટીમાં બેઅસર કરી શકે છે. સત્તૂ ગુણોનો ભંડાર છે. તેનાથી લૂ અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થતી નથી. મોટેભાગે ગામના લોકો સત્તુનુ સેવન શરીરને ઠંડક પહોચાડવા માટે કરે છે. બીઝી બાજુ સત્તૂ પ્રોટીન અને ફાઈબરનો સૌથી સારો સોર્સ હોય છે. આ પેટને ઠંડક પહોંચાડે છે અને તેનાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવ કરી શકો છો. તો ચાલો જાણીએ તમે સત્તૂને ડાયેટમાં કેવી રીતે સામેલ કરી શકો છો.
સત્તુના લાડુ - ગરમીની ઋતુમાં તમારા પેટમાં ઠંડક જોઈએ અને શરીરને પોષક તત્વ પણ જોઈએ તો તમે સત્તૂના લાડુનુ સેવન કરી શકો છો. આ સહેલાઈથી ઘરે જ બનાવી શકાય છે. આ માટે તમે સતૂને ઘી માં સેકી લો. ત્યારબાદ તેમા ગોળ અને ઈલાયચી પાવડર મિક્સ કરીને આ બધા મિશ્રણને સારી રીતે મિલાવી લો અને સત્તૂના લાડુ તૈયાર કરી લો. આનુ સેવન કરવાથી તમને પર્યાપ્ત પ્રોટીન મળશે.
સત્તૂના ચીલા - ગરમીમાં તમે બેસનના ચીલાની જગ્યાએ સત્તૂના ચીલા બનાવી શકો છો. તમે બેસનમાં થોડુ સત્તુ મિક્સ કરીને તેનુ મિશ્રણ તૈયાર કરી શકો છો. આ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો બની શકે છે. આને બનાવવા માટે તમે સત્તૂ અને બેસનના મિશ્રણમાં ડુંગળી ટામેટા કાળા મરી અને મીઠુ મિક્સ કરીને બેટર તૈયાર કરી લો. આનુ સેવન કરવાથી તમને ભરપૂર એનર્જી મળશે અને તમે આખો દિવસ સારુ અનુભવશો.
સત્તુનુ ગળ્યુ શરબત- તમે સત્તુનુ ગળ્યુ શરબત પણ પી શકો છો. શરબત બનાવવા માટે એક ગ્લાસમાં બે ચમચી સત્તુ નાખી, તેમાં ખાંડ અને થોડું પાણી ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો, જેથી કોઈ ગઠ્ઠો ના રહે, આ પછી તમે તેનું સેવન કરી શકો છો.
સત્તૂ શેક - સત્તૂ નુ ખાટુ શરપણ પણ ખૂબ પ્રેમથી પીવામાં આવે છે. તેને બનાવવા માટે સત્તૂમાં ડુંગળી, લીલા મરચા, ચાટ મસાલો, મીઠુ, લીંબુ નાખો અને પાણી નાખીને સારી રીતે તેનુ મિશ્રણ તૈયાર કરો અને હવે તેને પી લો. તમે ચાહો તો તેને થોડીવાર માટે ફ્રિઝમાં ઠંડુ કરવા પણ મુકી શકો છો કે ઉપરથી આઈસ ક્યુબ નાખીને પણ પી શકો છો.
સત્તુના પરાઠા - તમે સત્તુના પરાઠા પણ ખાઈ શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે સત્તુમાં ધાણા, જીરું, લીલું મરચું, ડુંગળી, લીંબુનો રસ, મીઠું નાખીને સ્ટફિંગ તૈયાર કરો. હવે તેને પરાઠામાં ભરી લો. તેને તેલમાં પકવો અને અથાણું-ચટણી સાથે સર્વ કરો.