સૂતા પહેલા ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો

સોમવાર, 17 એપ્રિલ 2023 (16:52 IST)
હેલ્થ એક પ્રોસેસ છે. તમે એક દિવસમાં કે એકાદ અઠવાડિયામાં કોઈ ઈમ્યુનિટી વધારતી દવાઓ કે ખોરાક ખાઈને હેલ્ધી નથી થઈ શકતા. અનેક નાની મોટી વાતો તમને હેલ્ધી બનાવે છે.  જેવુ કે દિવસમાં એકથી બે લીટર પાણી પીવુ તમને હેલ્ધી રાખે છે.  બીજી બાજુ સવારે એલોવેરા કે આમળાના જ્યુસનુ સેવન પણ તમને બીમારીઓથી બચાવે છે. આ જ રીતે સૂતા પહેલા ગરમ પાણી સાથે લવિંગનુ સેવન તમને આરોગ્યપ્રદ રાખે છે. તેમા વિટામિન સી, ફોલેટ રાઈબોફ્લેવિન, વિટામિન એ, થાયમિન, વિટામિન ડી, ઓમેગા 3 ફૈટી એસિડ જેવા અન્ય એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, તો આવો જાણીએ તેના ફાયદા 
 
ગરમ પાણી સાથે લવિંગનુ સેવન 
- સૂતા પહેલા ગરમ પાણી સાથે લવિંગનુ સેવન કરવાથી કબજિયાત, ડાયેરિયા, એસિડીટી જેવી પેટની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ તમારા પાચનમાં પણ સુધારો કરી શકે છે. 
- લવિંગ એંટીઓક્સિડેંટમાં સમુદ્ધ છે અને તેમા જીવાણુરોધી ગુણ હોય છે. તેમા એક પ્રકારના સૈલિસિલેટ હોય છે જે ખીલને રોકવામાં મદદ કરી શકે છે. 
- ગરમ પાણીની સાથે લવિંગનુ સેવન કરવાથી દાંત દર્દમાંથી રાહત મળી શકે છે.  તમે તમારા દાંતો પર એક લવિંગ પણ રાખી શકે છે. જ્યા તમને રાહત મેળવવા માટે દુ:ખાવો થાય છે. 
- લવિંગ ગળાની ખારાશ અને દર્દથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. 
- હાથ અને પગ કાંપવાની સમસ્યાથી પીડિત લોકો સમસ્યાથી રાહત મેળવવા માટે રાત્રે સૂતા પહેલા 1-2 લવિંગનુ સેવન કરી શકો છો. 
- રોજ લવિંગનુ સેવન કરવાથી તમારી ઈમ્યુનિટી વધી શકે છે, જે આ સમયે ખૂબ વધુ જરૂરી છે. 
- લવિંગ તમને ખાંસી, શરદી, વાયરલ સંક્રમણ, બ્રોંકાઈટિસ, સાઈનસ અને અસ્થમાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર