Thandai- મહાશિવરાત્રી પર ભોળેનાથને ચઢાવો ઠંડાઈ, આ છે બનાવવા ની રીત

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (15:01 IST)
ભાંગની ઠંડાઈ ખૂબ સ્વાદિષ્ટ અને મનને શીતળતા આપે છે. તેના સેવનને લઈને હમેશા લોકો ડરે છે પણ જો તેને માત્ર પ્રસાદના રૂપમાં લેવાય તો આ નુકશાનદાયક નહી હોય. 
 
જરૂરી સામગ્રી 
એક ગિલાસ દૂધ 
4 ગિલાસ પાણી 
2 કપ ખાંડ 
એક નાની ચમચી આખી કાળી મરી 
અડધી કપ સૂકી તાજી  ગુલાબની પાંખડી 
ભાંગની 7-8 તાજી પાન 
8-10 બદામ 
એક નાની ચમચી શક્કરટેટીના બીયડ 
અડધી મોટી ચમચી ખસખસ 
અડધી મોટી ચમચી વરિયાળી 
અડધી નાની ચમચી ઈલાયચી પાઉડર 


ઠંડાઈ બનાવવા ની રીત
એક વાસણમાં બે ગિલાસ પાણી અને ખાંડ નાખી બે કલાક માટે મૂકી દો. ત્યારબાદ એક બીજા વાસણમાં એક ગિલાસ પાણીની સાથે બીજા બધા સૂકા સામગ્રી જેમ કે ભાંગ, ગુલાબના પાન વગેરે નાખી થોડી વાર 
 
માટે મૂકી દો. પછી તેને વાટી લો. હવે પેસ્ટમાં બે ગિલાસ પાણી મિક્સ કરી નાખો. 
 
હવે આ પેસ્ટને સૂતરના કપડા કે ચાલણીથી ગાળી લો. હવે ગાળેલા મિક્સને દૂધ, ઈલાયચી પાઉડર અને ખાંડ વાળા પાણી મિક્સ કરી નાખો. લો તૈયાર છે 
 
ભાંગની ઠંડાઈ. તમે ઈચ્છો તો તેની ઠંડક વધારવા માટે તેને બરફની સાથે પણ સર્વ કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર