વરસાદમાં મજા લો ગરમ ગરમ ડુંગળીના ભજીયાનો

બુધવાર, 27 જૂન 2018 (15:49 IST)
ભજીયા ખાવું મન કોનું નથી કરતો અને ત્યારે જ્યારે વરસાદ થઈ રહી હોય. ગરમ ગરમ ભજીયા ટોમેટો સૉસ, કોથમીરની ચટણી અને સાથે ચા અરે વાહ ભઈ વાહ 
સામગ્રી 
બે ડુંગળી
અડધી વાટકી ચણાલો લોટ
બે લીલા મરચાં (સમારેલાં )
કોથમીર (સમારેલું)
એક મોટી ચમચી સોજી
સ્વાદપ્રમાણે મીઠું
તેલની જરૂરિયાત મુજબ
પાણીની જરૂરિયાત મુજબ
વિધિ 
- સૌ પ્રથમ એક વાસણમાં ડુંગળીને પાતળું અને લાંબા આકારમાં કાપી લો. 
- સમારેલી ડુંગળીમાં ચણાલો લોટ અને થોડું પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરો. 
- ધ્યાન રાખો કે ચણાનો લોટ વધારે નહી નાખવું છે. માત્ર આટલું કે ડુંગળીમાં લાગી જાય. 
- મીઠું, લીલા મરચા, કોથમીર નાખો. 
- જો તમને લાગે કે ખીરું સહેજ પાતળું હોવું જોઈએ તો તમે વધુ પાણી ઉમેરી શકો છો.
- કરકરા ભજીયા બનાવવા માટે તમે સોજી નાખી ભકીયાના ખીરુંમમાં મિસ કરી લો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો. 
- તેલ ગરમ થઈ જાય તે પછી, ભજીયા તળવા માટે નાખો. 
- ભજીયાને સોનેરી તળીને તાપ બંદ કરી તેને એક પ્લેટમાં કાઢી લો. 
- તૈયાર છે ડુંગળીના કરકરા ભજીયા ટમેટા સૉસ કે ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર