malpua- હોળી પર બનાવવા છે માલપુઆ, તો આ છે સરળ વિધિ

બુધવાર, 16 માર્ચ 2022 (13:09 IST)
માલપુઆ બે રીતે બનાવાય છે. એક ચાશનીવાળા અને બીજા વગર ચાશનીના બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ચાશની સાથે માલપુઆ કરવામાં આવે છે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તે ચાસણીમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. અહીં આપણે ચાશણી વાળા માલપુઆની વાનગી જણાવી રહ્યા છે. 
 
મેંદો -1 કપ 
માવા- 1 કપ 
દૂધ- 2 કપ 
દેશી ઘી - 8 ચમચી 
વરિયાળી - 1 નાની ચમચી
બેકિંગ સોડા- 2 ચપટી 
ચાશણી માટે 
પાણી - 4 કપા 
ખાંડ - 2 કપ 
એલચી પાઉડર 1/4 ચમચી 
રબડી માટે 
દૂધ - 2 કપા 
પિસ્તા- 10 ટુકડા બરફી  
ખાંડ 
કેસર 
વિધિ- સૌથી પહેલા દૂધને ઉકાળો- તેમાં મેશ કરલી બરફી અને ખાંડ મિક્સ કરી નાખો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય તો ગેસ બંદ કરી નાખો. ઠંદા કરી તેમાં કેસર મિક્સ કરી દો. 
ચાશની બનાવા માટે પાણી ખાંડ, એલચી પાઉડર અને કેસરને મિક્સ કરી ગરમ કરો. તેને ત્યારે સુધી ઉકાળૉ જ્યારે સુધી એક તારની ચાશની ન બની જાય. ચાશની બન્યા પછી તેને ઉતારીને રાખો દો. 
માલપુઆ બનાવવા માટે એક પેનમાં દૂધને હૂંફાણો ગર્મ કરી લો. ત્યારબાદ તેમાં છીણેલું માવા નાખી તેને ફેંટી લો. ધ્યાન રાખો આ મિશ્રણમાં ગાંઠ નહી પડવા જોઈએ. જ્યારે આ સારી રીતે મિક્સ થઈ જાય તો તેમાં પહેલા અડધા કપ મેંદો મિક્સ કરો. અને સારી રીતે ફેંટી લો. ત્યારબાદ અડધી મેંદા મિક્સ કરો અને ફેંટી લો. 
હવે મિશ્રણમાં વરિયાળી અને બેકિંગ સોડા પણ નાખી દો. અને એક વાર ફરી મિક્સ કરી લો. તમે ઈચ્છો તો મિક્સીનો પણ પ્રયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે આ મિશ્રણ ન તો વધારે પાતળું હોય અને ન વધારે ઘટ્ટ. નહી તો માલપુઆ સારા નહી બનશે. 
હવે એક નૉન સ્ટિક પેનમાં દેશી ઘી નાખી ગર્મ કરો. ઘી ગર્મ થયા પછી તેના પર માલપુઆને બે ચમચી ખીરુ પેનમાં નાખો અને ગોળ ફેલાવો. પુઆને બ્રાઉન થતા સુધી તળવું અને પછી કાઢી એક વાસણમાં મૂકતા જાઓ. 
બધા માલપુઆ બન્યા પછી તેને ચાશણીમાં 2 મિનિટ માટે ડુબાળી રાખો. હવે તમારી માલપુઆ બનાવવાની વિધિ કમ્પલીટ થઈ. 2 મિનિટ પછી માલપુઆ કાઢી અને રબડી સાથે તેણે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર