હેલ્ધી રેસીપી - ક્રિસ્પી પાલક પકોડા

બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (10:20 IST)
સામગ્રી - 3 કપ ધોઈને ઝીણી સમારેલી પાલક, દોઢ કપ બેસન, અઢી ચમચી ચોખાનો લોટ, 1/2 ચમચી લાલ મરચુ, 1/2 ચમચી જીરા પાવડર, 2-3 સમારેલા લીલા મરચાં. 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 10 ફુદીનાના પાન સમારેલા, 2 ચમચી લીલા ધાણા, 2 ચમચી તેલ, પાણી, મીઠુ સ્વાદ મુજબ, તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - ઉપર આપેલી બધી સામગ્રીને મીઠુ અને 2 ચમચચી ગરમ તેલ નાખીને મિક્સ કરી લો. તેમા થોડું પાણી મિક્સ કરો. આ મિશ્રણ વધુ પાતળુ ન હોવુ જોઈએ, બસ એટલુ ધ્યાન રાખો કે પાલક તેમા સારી રીતે લપેટાઈ જાય. 
 
એક કઢાઈમાં તેલ ગરમ કરો અને જ્યારે તેમાથી ધુમાડો નીકળે ત્યારે તાપ ધીમો કરી તેમા પાલક અને બેસનનું તૈયાર ખીરું નાખો. પકોડા ડીપ ફ્રાય કરો અને જ્યારે તે સોનેરી રંગના કુરકુરા થાય ત્યારે તેને કાઢીને પેપર નેપકિન પર મુકો. આ પકોડા ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. 
 
આ પકોડાને એર ટાઈટ ડબ્બામાં 2-3 દિવસ માટે મુકી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર