સામગ્રી - 500 ગ્રામ કકરુ બેસન, 250 ગ્રામ ઘી, 300 ગ્રામ દળેલી ખાંડ, બે ચમચી ઈલાયચી પાવડર, થોડાક કાજુના ટુકડા.
બનાવવાની રીત - એક કડાહીમાં ઘી ગરમ કરવા મુકો. બેસનને ચાળીને ઘી ની કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહો. જ્યા સુધી બેસન સોનેરી રંગનુ ન દેખાય ત્યા સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમા દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. આ મિશ્રણના એકસરખા લાડુ બનાવી લો. જો લાડુ ન વળી શકતા હોય તો જ થોડુક દૂધ નાખો. દરેક લાડુ પર બદામનો ટુકડો લગાવી મુકો. આ લાડુ 10 દિવસ સુધી સારા રહે છે.