Brownie Recipe : બાળકો માટે બનાવો બેકરી જેવી બ્રાઉની જાણો સરળ રેસીપી

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (10:13 IST)
શું તમે ચોકલેટના શોખીન છો? પછી ટ્રાઈ કરો આ ચાકલેટ બ્રાઉની જેને તમે માત્ર 2 મિનિટમાં બેક કરી શકો છો. ચોકલેટ, માખણ, લોટ, દૂધ અને ખાંડથી સરળતાથી બનાવી શકાય છે. તમને મીઠા ખાવાની ક્રેવિંગ માટે આ પરફેક્ટ રેસીપી છે. માઈક્રોવેવ બ્રાઉની બનાવવી ખૂબજ સરળ છે અને બધાની ઉમ્રના લોકોને પસંદ આવશે. તમે તેને માઈક્રોવેવમાં બનાવી શકો છો. તમે બ્રાઉની લવર છો તો તેને આઈસક્રીમના સ્કૂપની સાથે મિક્સ કરો અને આનંદ માળો. આ રેસીપી બાળકોને ખૂબ પસંદ આવશે. તમે તેને રેસીપીમાં ડ્રાય ફ્રૂટસ પણ એડ કરી શકો છો. 
 
બ્રાઉની બનાવવાની સામગ્રી 
4 મોટી ચમચી કાપીએ ડાર્ક ચોકલેટ 
6 મોટી ચમચી મેંદો 
6 મોટી ચમચી દૂધ 
2 મોટી ચમચી માખણ 
4 ચમચી વાટેલી ખાંડ 
1 ચપટી મીઠુ 
 
બ્રાઉની બનાવવાની વિધિ 
એક બાઉલમાં કાપેલી ડાર્ક ચોકલેટ નાખો. હવે માખણ નાખી 20 સેકંડ માટે માઈક્રોવેવ કરવું. બન્નેને સારી રીતે મિક્સ કરી લો. એક બાઉલમાં મેંદો, ખાંડ મીઠુ લો અને તેણે એક સાથે મિક્સ કરી લો. દૂધની સાથે ચોકલેટ મિશ્રણ નાખો. ચિકણો મિક્સ બનાવવા માટે સારી રીતે ફેંટવું. હવે એક બેકિંગ ટિન કે કાંચના કંટેનરને બટર પેપરથી લાઈન કરવું. તેમાં બેટર નાખો અને સમાન રૂપથી ફેલાવો. મિશ્રણને બે મિનિટ માટે માઈક્રોવેવ કરવું. બેક થવાની સાથે, ટુકડામાં કાપી લો. તેના પર કેટલાક ચોકલેત સોસ ભભરાવો. બ્રાઉની રેડી છે. તમે બાળકોને તેના પર આઈસક્રીમ નાખી પણ આપી શકો છો. બાળકોને આ રેસીપી જરૂર પસંદ આવશે.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર