સામગ્રી - 5-6 બ્રેડ, 1/2 કપ દહી, 1/4 રવો, 1/2 ચમચી જીરુ, 1/2 કપ ચોખાનો લોટ, 1 બારીક સમારેલી ડુંગળી. 1-2 લીલા મરચા ઝીણા સમારેલા, 2 મોટી ચમચી લીલા ધાણા, 5-6 કડી લીમડો, 1 કપ તેલ, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત - બ્રેડને નાના નાના ટુકડામાં તોડીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને રવો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમા સમારેલી ડુંગળી, સમારેલા મરચા લીલા ધાણા કઢી લીમડો જીરુ હીંગ અને મીઠુ નાખીને લોટની જેમ બાંધી લો.